જામનગરમાં જળવૃષ્ટિ : અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ, MLA રિવાબા જાડેજા ખુદ બચાવકાર્યમાં જોડાયા
સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ તબાહી મચાવી છે તેમજ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદે અનેક જિલ્લાઓ તારાજી સર્જી છે જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ જામનગરની તો 15 ઇંચથઈ વધુ વરસાદ ખાબકતાં જામનગરમાં જળબંબાકારની પરિસ્થિત સર્જાઇ છે. લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી વધી છે. એનડીઆરએફ અને ફાયરની ટીમ મચાવ કાર્ય કરી રહી છે ત્યારે ધારાસભ્ય રીવાબા ખુદ બચાવ કાર્યમાં જોડાયા છે.

જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ધારાસભ્ય રીવાબા ખુદ બચાવ કાર્યમાં જોડાયા છે. વોર્ડ નંબર 2 લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી કરવામા આવી રહી છે ત્યારે ધારાસભ્ય રિવાબાએ ફાયરની ટીમ સાથે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ધારાસભ્ય રીવાબાએ કેળ સમાં પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યા હતા.
જામનગરમાં આટલા સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તો ઘરનો આખો એક માળ જ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને જીવ બચાવવો કે ઘરવખરી બચાવવી તેની ચિંતા પણ વ્યાપી ગઈ છે. જામનગરમાં લોકોને ઘણું નુકસાન થયું હોય તેમ લોકો જણાવી રહ્યા છે. જામનગરમાં પૂરની સ્થિતિને લઈને નેતાઓ સતત લોકોને સંપર્કમાં છે. અનેક વિસ્તારોમાં એક માળ ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે ત્યારે રિવાબ જાડેજાએ પાણીમાં ઉતરીને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

જામનગરનો રણજીતસાગર ડેમ સતત થઈ રહ્યો છે ઓવરફ્લો
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે લોકોને બહાર અવર જવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આશ્રિતોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું
જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જાહેર આગેવાનોએ સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હાલની બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પછી તે નીચાણવાળા વિસ્તારોમાં પૂર પીડિતોના બચાવ કાર્યમાં જોડાયો.