રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના H1 કોચમાં ગુડગાંવ પાસે લાગી આગ, જુઓ વિડીયો
હજુ થોડા દિવસો પહેલા જ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે આજ રોજ રાજકોટથી દિલ્હી જતી ટ્રેનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટથી દિલ્હી જઈ રહેલી સરાઈ રોહિલા ટ્રેનમાં સવારે દિલ્હી નજીક ફર્સ્ટ એસી કોચમાં ધડાકા બાદ લાગી લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના આજે વહેલી સવારે બની હતી જેમાં રાજકોટ થી દિલ્હી જઈ રહેલી ૨૦૯૧૩ નંબરની સરાઈ રોહિલા ટ્રેનમાં આગ લાગી હતી. દિલ્હી નજીક ગુડગાંવ પાસે ખડતાલ રેવારી સ્ટેશન પાસે પહોંચી ત્યારે ટ્રેનના એચ વન ફર્સ્ટ એસી કોચમાં ધડાકા બાદ બાદ આગ ભભૂકી ઉઠી હતી. રેલવે સ્ટાફની સતર્કતાથી અને ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરતા મોટી દુર્ઘટના અટકી ટળી હતી.
ભાજપ અગ્રણી અને રેલવે બોર્ડના સભ્ય દિનેશ કારિયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા તેમણે આ વિગત આપી છે, આગની ઘટનાને નજરો નજર નિહાળી. ટ્રેન દિલ્હી પહોંચે એ પહેલા જ રસ્તામાં ઉભી રહી ગઈ અને પોલીસ તપાસ બાદ ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. એક પેસેન્જરે સિગરેટ ફુકયા બાદ દાખવેલી બેદરકારીના કારણે બનાવ બન્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટાફને ઘટનાની જાણ થતાં સમય સૂચકતાથી અને ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરતા મોટી દુર્ઘટના અટકી હતી.