ટ્રમ્પના ટેરિફ વોરની ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર ગંભીર અસરની ભીતિ
ગત વર્ષે 21.2 મિલિયન ડોલરની ભારતથી નિકાસ હતી
વિદેશી વાહનો અને ઓટો પાર્ટ્સ પર 25% ટેરીટ લગાવવાના ટ્રમ્પના નિર્ણયની ભારતની ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ નોંધપાત્ર અસર થવાની ભીતિ છે. ભારતે વર્ષ 2024 માં 21.2 બીલીયન ડોલરની કિંમતના વાહનો તેમજ ઓટો પાર્ટ્સની અમેરિકામાં નિકાસ કરી હતી. ટેરીફને કારણે ભારતની અનેક કંપનીઓ સામે પડકાર ઊભો થશે.
ભારતની ટાટા મોટર્સ, આઇસર મોટર્સ, સોના બીએલડબલ્યુ અને સમવર્ધન મધરસન જેવી કંપનીઓ યુરોપ જાપાન શોધ કર્યા અને ચીનમાં ઓટો પાર્ટ્સ ની નિકાસ કરે છે.
ટાટા મોટર્સ ની પેટા કંપની જગુઆર લેન્ડરોવર વર્ષે ચાર લાખ વાહનોની નિકાસ કરે છે. તેના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો બાવીસ ટકા છે. તેના વાહનોનું યુકેમાં ઉત્પાદન થાય છે અને અમેરિકી બજારમાં તેની નોંધપાત્ર ઉપસ્થિતિ છે.
આઇસર મોટર્સ અમેરિકામાં રોયલ એનફિલ્ડ મોટરસાયકલની નિકાસ કરે છે. સમવર્ધન મધરસન યુરોપ અને યુએસમાં મોટું માર્કેટ ધરાવે છે. તે ટેસ્લા અને ફોર્ડ જેવી કંપનીઓને ઓટો પાર્ટ્સ સપ્લાય કરે છે.
સોના કોમસ્ટાર કંપની ઓટોમેટીવ સિસ્ટમ અને ગિયર સ્ટાર્ટર મોટર્સ તેમજ પાર્ટ્સની નિકાસ કરે છે. તેની 66 ટકા આવક યુએસ અને અમેરિકા ઉપર નિર્ભર છે.આ ઉપરાંત ઓટો પાર્ટ્સ બનાવતી અગ્રણી કંપનીઓ ભારત ફોર્જ, સાનાસેરા એન્જિનિયરિંગ સુપરાજિત એન્જિનિયરિંગ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ વગેરે જેવી કંપનીઓ ઉપર પણ આ ટેરિફની નકારાત્મક અસરો પડશે.