સાબરકાંઠાના પ્રાંતિજમાં ગમખ્વાર અકસ્માત : હાઈવે પર બે ટ્રક ધડાકાભેર અથડાયા, ટેન્કર ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટનઆ સબંરકાંઠામાં સામે આવી છે જેમાં સવારે પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક અને ટેન્કર ધડાકાભેર અથડાતાં ટેન્કરચાલકનું કરુણ મોત નીપજ્યું. ટેન્કર અને ટ્રકને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે વન્ડર સિમેન્ટ ટેન્કર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદારના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે ટ્રક ચાલક હીરાલાલ રબારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અકસ્માતની માહિતી મળતાં જ પ્રાંત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા અને મૃતદેહને પ્રાંતજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર હીરાલાલ રામજીભાઈ રબારી (રાજસ્થાન, ઉદયપુર) ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.