રાજકોટના શહેરી વિસ્તારને હેલ્મેટમાંથી મુક્તિ આપો : પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાજ્યમાં આગામી તા.8મીથી હેલ્મેટ ફરજીયાત થવા જઈ રહી છે ત્યારે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિદભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી શહેરી વિસ્તારને હેલ્મેટમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે. ગોવિદભાઈએ શહેરી વિસ્તારના નાગરિકો માટે સરકારને હાઈકોર્ટમાંથી રાહતની માંગણી કરી ન્યાયિક ઉકેલ લાવવા રજુઆત કરી છે.
ગોવિદભાઈ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટના કાનુનને અસરકારક બનાવવા માટે તા. 08/09/2025થી અમલ કરવાનું સરકારને ફરમાન કરેલ છે. જે મહામુલી માનવ જીંદગીને કમોતે મરતા અને હેમરેજથી મૃત્યુને ભેટતા ટુ વ્હીલર ચાલકોના હિતમાં નિર્ણય આપેલ છે જે આવકાર દાયક છે. પરંતુ હેલ્મેટના અમલમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.
શહેરી વિસ્તારમાં વાહન 15 થી 20 કી. મી ની ઝડપથી વધારે ચલાવવું ટ્રાફિકને કારણે શક્ય નથી. તેથી માનવ જીંદગી જોખમાય તેવા અકસ્માતનો સંભવ નથી, બીજું પતિ પત્ની અને એક કે બે બાળકને લઈને બજારમાં ખરીદી કરવા માટે જાય ત્યારે તે હેલ્મેટની સમસ્યા વધી જાય છે, ટુ વ્હીલર પાર્ક કરીને 50થી 300 મીટર બજારમાં ચાલીને જવાનું હોય ત્યારે બાળકને સાચવવા, હેલ્મેટને સાચવવી કે શોપિંગ કરવું ખુબજ અઘરું બની જાય છે.
આ પણ વાંચો :New GST Rates: IPL લવર્સને ઝટકો! હવે ટિકિટ પર 40% GST લાગશે,રમતગમત ક્ષેત્ર પર થશે અસર
સાથે જ 15 થી 20ની સ્પીડથી ચાલતા વાહન અકસ્માતમાં હેમરેજ થાય તેવી શક્યતા પણ નહીવત છે. જો કે, ગોવિદભાઈ પટેલે સીન સપાટા કરનાર રીલ ઉતારનાર અને બે ફીકરાઈથી ફૂલ સ્પીડે ચલાવતા કોઈ વ્યક્તિનું અકસ્માત થાય તેવા કિસ્સાઓને બાદ કરતા અને ટુ વ્હીલર ને ફોરવ્હીલર ટક્કર મારે અને અકસ્માત થાય તેવા કિસ્સાઓ જે બને છે તેના કારણે બધા જ ટુ વ્હીલરોને તેનો ભોગ બનવું પડી રહ્યું હોવાનું તેમને જણાવી રાજ્યના શહેરી વિસ્તાર માટે કોર્ટમાં રીક્વેસ્ટ કરીને મુક્તિ અપાવવા માંગ કરી શહેરની બહાર હાઇવે ઉપર તેનો અમલ થાય તે આવશ્યક હોવાનું જણાવી શહેરની પ્રજાના હિતમાં ઘટતું કરવા માંગ કરી હતી.