EVM તો આપણા બાપનું…મામલામાં દાહોદના પ્રથમપુર ગામમાં આ તારીખે થશે ફરી મતદાન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અને કોઈ નોંધપાત્ર ઘટના બની નથી પરંતુ આજે મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામનો બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી ત્યારે આ મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. દાહોદના પ્રથમપુર ગામમાં ફેર મતદાનનો ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
EVM તો આપણા બાપનું..તેવો ગઈકાલે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાયરલ થયો હતો. તેને બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતુ અને પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. ત્યારે આ મામલામાં દાહોદના પ્રથમપુર ગામમાં ફેર મતદાનનો ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે 220 નંબરના બુથ પર શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
શું હતો મામલો ?
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે દ્વારા બૂથ પર ઈવીએમ મશિન હાઈજેક કર્યું, અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો જેમાં તે બૂથ પર દાદાગીરી સાથે ઈવીએમ પર કબજો કરી રહ્યો હતો. ઘટના મામલે પોલીસે ભાજપ નેતાના પુત્ર અને બુથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી લીધી છે. સાથે જ પ્રિસાઈડિંગ ઓફિસરને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
દાહોદ બેઠક પર થશે ફરી મતદાન
લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાની મતદાન અંતર્ગત દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા પરથમપુરા મતદાન બુથ કેપ્ચરિંગ થયાનો મામલો સામે આવ્યો હતો. તંત્રના ધ્યાને આવતા આ બુથનું મતદાન રદ્દ કરીને ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 220 નંબરના બુથ પર શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
