સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા હતા ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો.

પરિવારના મોભીની વસમી વિદાયથી પત્ની અંજલીબેન રૂપાણી, દીકરો ઋષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી ભાંગી પડ્યા હતા. ત્યારે સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ લઈને અમદાવાદથી ખાસ પ્લેન હીરાસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું ત્યારબાદ એમ્બ્યુલન્સ રાજકોટ આવવા રવાના થઈ હતી. અંજલિબેન રૂપાણી સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં હતા.

રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપવા પહોંચ્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે અને વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. વિજયભાઈના પાર્થિવ દેહને હીરાસર એરપોર્ટથી રાજકોટ લાવ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપવા પહોંચ્યું હતું.

આજે બપોરે વિજયભાઈનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીએ આવી ગયા બાદ શહેરીજનો પોતાના પ્રિય નેતાની છેલ્લી ઝલક નિહાળવા તેમજ અંતિમ દર્શન કરવા માટે રસ્તાઓ પર ગોઠવાઈ ગયા હતા.

વિજયભાઈના પાર્થિવ દેહને હીરાસર એરપોર્ટથી રાજકોટ લાવ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

રાજકીય સન્માન સાથે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ સોમવારે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થઈ જતાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવા આવ્યો હતો. સોમવારે સિવિલ હોસ્પિટલમાં જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તેમના પત્ની અંજલી રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો હાજર હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર હતા.
આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવ્યો : અંજલિબેન સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં
રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ની સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. 12 જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજ્ય શોકાતુર બન્યું હતું. તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે યોજાનાર છે.
