ધોરણ ૧૨નું પરિણામ આજે જાહેર થયા બાદ ધોરણ ૧૦ના વિધાર્થીઓ માટે પણ ખુશીના સમાચાર આવ્યા છે. ધોરણ ૧૦ના વિધાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. તેમનું પરિણામ 11મેં અને શનિવારના રોજ જાહેર થશે. પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર સવારે ૮ વાગ્યે જાહેર કરવામાં આવશે. આશરે ૯ લાખથી પણ વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે હવે 2 દિવસ બાદ ધો૧૦ વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશો.
- ગુજરાત બોર્ડની પરીક્ષા (SSC Result 2024 Date)નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે.આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. જે બાદ તેઓ પોતાનું પરિણામ દેખાશે.
- આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
- જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના રિઝલ્ટ (HSC Result 2024 Date), પ્રમાણપત્રો અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
ધોરણ ૧૨ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કર્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં બોટાદ જિલ્લો 96.40 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જયારે રાજકોટ જિલ્લાનું 93.29 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા પરિણામ આવ્યું છે.