વોઇસ ઓફ ડે રાજકોટ
ભાઇ અને બહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે કે રક્ષાબંધન જેની દેશભરમાં ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ વિવિધ ગુનાના આરોપીઓ અને કેદીઓને રક્ષાબંધન ઉજવવાની છુટ આપવામાં આવતા 725 બહેનોએ રડતી આંખે ભાઇઓને રાખડી બાંધી હતી. અને જેલ મુક્તિની પ્રાર્થના કરી હતી.
8 બંદિવાન બહેનોએ બહારથી આવેલા તેમના ભાઈઓને રાખડી બાંધી હતી. જ્યારે જેલમાં રક્ષા બંધનની ઉજવણી પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને જેલમાં બંધ ભાઇઓને જોઇ બહેનો રડતી જોવા મળી હતી.અને જેલ અધિક્ષક રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ આ રક્ષાબંધનનો કાર્યકમ શાંતિ પૂર્વક પૂર્ણ થયો હતો.