અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન અને વડોદરાના મેયર તરીકે પીન્કીબેન સોનીની વરણી
અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળી ગયા છે. વડોદરામાં પિન્કીબેન સોની મેયર બન્યા છે જયારે અમદાવાદમાં પ્રતિભા જૈન મેયર બન્યા છે.
વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પિંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે.વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા.
પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા. ઉ નવા મેયર પ્રતિભા જૈન શાહિબાગ વિસ્તારના કોર્પોરેટર તરીકે છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે. તેઓ વર્ષોથી ભાજપમાં સેવા આપી રહ્યા છે. પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા વોર્ડના કાઉન્સિલર અને રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલની નજીકના છે.