ધો.3નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સર્વે: રાજકોટ સહિત રાજયની 490 સ્કૂલોમાં ‘પરખ’ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે
ધો.3 નાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાની ચકાસણી “પરખ” સંસ્થા દ્વારા કરવામાં આવશે. સર્વેક્ષણ દેશના 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 776 જિલ્લાઓની 10,000 થી વધુ શાળાઓ અને એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નું આ સર્વેક્ષણ કરવામાં આવશે. જેમાં આ વખતે ઓ.એમ.આર આધારિત મૂલ્યાંકન પદ્ધતિના બદલે હવે ટેબલેટ આધારિત ડિજિટલ પદ્ધતિ મુજબ સર્વેક્ષણ કરવામાં આવશે જેના કારણે ચોકસાઈપૂર્વક માહિતી મળી રહેશે.
રાજકોટ સહિત ગુજરાતની 490 સ્કૂલના પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.CBSE નાં જણાવ્યા મુજબ ધોરણ-3નાં વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણિતની કેપેસિટી તપાસવા માટે ” ફાઉન્ડેશનલ લર્નિંગ સ્ટડી 2026″નું આયોજન કરવામાં આવ્યું છે જે ચાલુ મહિનાના અંતિમ સપ્તાહમાં દેશભરમાં એક સાથે હાથ ધરાશે.
આ પણ વાંચો:આગેવાને કહ્યું તમને અમથા ત્યાં નથી મુકાવેલા,આપણા વધુ કેમ નથી લેતા! નેતા તો ભારે પહોંચેલા,પોતાના પક્ષના નેતાઓની ‘ચોટલી’ પણ હાથમાં રાખે!
નેશનલ કક્ષાએ આ સર્વેક્ષણ માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ એનસીઈઆરટી હેઠળ પરખ સંસ્થા દ્વારા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યારે રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાન,એસસીઈઆરટી,ડીઆઈઈટી અને જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીઓ વચ્ચે સંકલન કરવામાં આવશે.
