રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વર્ષ 2025ના છેલ્લા દિવસે ભર શિયાળે કમોસમી વરસાદ વરસતા રાજકોટમાં યોજાયેલી હનુમાન ચાલીસા યુવા કથા આજે મોકૂફ રાખવામાં આવી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા યુવાકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો કથા શ્રવણ કરવા આવી રહ્યા છે ત્યારે વરસાદના કારણે આજે (31 ડિસેમ્બર અને બુધવારે) હનુમાન ચાલીસા કથા મોકૂફ રાખવાનો આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર શિયાળે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો આજે થર્ટી ફસ્ટ પણ છે જેની અનોખી ઉજવણી હનુમાન ચાલીસા યુવા કથામાં થવાની હતી ત્યારે આજે વરસાદને પગલે આયોજકો દ્વારા આજના દિવસ માટે કથા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
હનુમાન ચાલીસા યુવાકથામાં વ્યવસ્થા માટે સ્વયંસેવકોની ફોજ
કથામાં આવતા હજારો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે 20 જેટલી અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. ટ્રાફિક કંટ્રોલ, પ્રસાદ વિતરણ, પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા માટે 3000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત પોતાની સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો :2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
2-જાન્યુઆરી ના દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાશે
તારીખ 2-જાન્યુઆરીના રોજ હનુમાન દાદા ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકૂટ સ્વરૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે.
