નશાની હાલતમાં દારૂડિયો ભાન ભૂલ્યો !! ‘છાવા’ મૂવીમાં ઈમોશનલ સીન આવતા થિયેટરનો પડદો જ ફાડી નાખ્યો
વિક્કી કૌશલ સ્ટારર ‘છાવા’એ ફિલ્મ ગત શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી દીધી છે. છાવા 2025 ની સૌથી મોટી ઓપનીંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝના પહેલા વિકેન્ડમાં બમ્પર કમાણી કરીને 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.આ ફિલ્મને લઈને ફેન્સમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ભરૂચમાં એક દારૂડિયો આ ફિલ્મ જોવા પહોંચ્યો હશે અને ‘છાવા’માં ઇમોશનલ સીન આવતા તેણે થિયેટરનો પડદો ફાડી નાખ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ તેની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર આ ઘટના ભરૂચના બ્લૂશિપ કોમ્પ્લેક્સમાં આવેલી આર.કે સિનેમા ટોકીઝની છે જ્યાં ગઈકાલે (16 ફેબ્રુઆરી) રાત્રે બોલિવૂડ ફિલ્મ ‘છાવા’નો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહેલા હીરો વિકી કૌશલને બાંધી દેવાતા ઈમોશન થઈને દારૂ પીધેલા જયેશ મોહનભાઈ વસાવા નામના યુવકે પડદો ફાડી નાખ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.જોકે હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફ઼િલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફ઼િલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચડી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું.

નશા કરવાનો ગુનો નોંધ્યો
આ મામલે થિયેટરના મેનેજરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં જ પોલીસે સ્થળ પર પહોંચી જયેશ વસાવાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેની સામે નશો કરવા બાબતે કરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે. જોકે, જાણવા મળતી વિગતો મુજબ ફિલ્મમાં ઇમોશનલ સોન આવતા તે ભાવુક થઈ ગયો હતો અને તેણે થિયેટરનો પડદો ફાક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે થિયેટર દ્વારા પડદા ચોરવાના નુકસાન અંગે કરિયાદ નોંધાવશે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. થિયેટરના મેનેજરે તુરંત જ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી જયેરા વસાવાની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સિનેમાઘરમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા.