રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી જવું નહિ પડે.આજથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્ગો સર્વિસની મંજૂરી 29 જુલાઈના રોજ આપવામાં આવી છે. ત્યારે આજથી આ સેવા શરૂ થતા રાજકોટના ઉદ્યોગપતિઓને ફાયદો થશે. હીરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરવામાં આવી છે.10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત પાર્સલ મોકલી શકશે.જુલાઈ, 2023માં PM મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે.ટર્મિનલ બિલ્ડીંગમાં કાર્ગો માટેનો સેટઅપ ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નકલી દવાના દુષણ સામે સરકાર અંતે જાગી : રાજ્ય બહાર થી આવતી આવી દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરવાની જાહેરાત

10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત પાર્સલ મોકલી શકશે
ઘણા સમયથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ રાજકોટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ આનંદની વાત છે. કાર્ગો સર્વિસ શરૂ થવાની સૌરાષ્ટ્રના 10,000 વધુ ઉદ્યોગપતિઓ-વેપારીઓને હવાઈ માર્ગે સેમ્પલ તરીકેનો માલ-સામાન મોકલવામાં સરળતા રહેશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત મોકલી શકે છે. એમાં ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ ઉપરાંત પ્લાસ્ટિક પાર્ટ જે સેમ્પલ તરીકે વેપારીઓ વિદેશમાં મોકલતા હોય છે એમાં પણ ફાયદો થશે, સાથે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના પાર્ટ મોકલવામાં પણ સરળતા રહેશે.
આ પણ વાંચો : RBI MPC Meeting: ટેરિફ તણાવ વચ્ચે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, RBIની જાહેરાત, EMIમાં નહિ થાય ઘટાડો

કાર્ગો સર્વિસ શરૂ થવાથી સૌથી મોટી રાહત રાજકોટના ઝવેરીઓને થઈ છે. જોખમી માલસામાન મોકલવા માટે વાહન માર્ગે મોકલવામાં આવતો હતો જેના કારણે ઘણી વખત લૂંટ જેવી ઘટનાઓ બનતી હોવાથી ઝવેરીઓમાં ફફડાટ રહેતો હતો. સોના-ચાંદીના દાગીના તથા ઈમિટેશન જવેલરી માટે રાજકોટ હબ ગણાય છે ત્યારે દેશ-વિદેશના જુદા જુદા સેન્ટરમાં માલ મોકલવામાં આવતો હોય છે. ખાસ કરીને ચાંદી તથા ઈમિટેશન જવેલરી રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી બાયરોડ જતી હતી. આ બાબતે અનેક વખત ઓથોરિટી અને રાજકીય નેતાઓને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજથી રાજકોટ એરપોર્ટ પાર કાર્ગો સર્વિસની શરૂઆત કરવામાં આવી છે જેનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓને મહત્તમ ફાયદો થશે.
