ગદ્દારોને કાઢો… જિલ્લા પ્રમુખોએ રાહુલ ગાંધીને કરી રજૂઆત, વારંવાર હારતા ઉમેદવારોને ટિકિટ ન આપવા કરી માંગ
ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં આવેલા કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી સમક્ષ ગુજરાત પ્રદેશમાં રહેલા નેતાઓને લઈને લેખિત રજૂઆત કરાઈ છે. છ જેટલા જીલ્લા પ્રમુખોએ ઘણા કોંગ્રેસી અગ્રણીઓ, નેતાઓ છે કે તેઓ પોતાના અંગત આર્થિક લાભ માટે ભાજપના નેતાઓ સાથે ભાગીદારી ધરાવે છે. ધંધાઓ ચલાવે છે. ભાજપના ઈશારે કામ કરે છે. આવા ગદારોને હાંકી કાઢવાની માગણી કરાઈ છે.
કોંગ્રેસમાં સક્રિય રહીને ભાજપ સાથે રાજકીયથી લઈ વ્યવસાયિક ભાગીદારી ધરાવતા આવા આગેવાનોને દૂર કરવામાં આવે તો સહો દૂર થશે. આ ઉપરાંત અન્ય છ મુદ્દાઓમાં જે રીતે અત્યારે એન.એસ.યુ.આઈ., પુથ કોંગ્રેસમાં ઇન્ટરનલ ઇલેક્શન સિસ્ટમ લાવવામાં આવી છે તે કોંગ્રેસને નુકસાન હતાં છે. આરંભથી જ પુવાનોમાં સુપીઝમ, જૂથવાદ ઉભો થઈ જાય છે. શહેર, તાલુકા, જીલ્લાઓમાં આવા ઇલેકશનથી બે જૂથો ઉભા થઈ ગયા છે અને આંતરિક મતભેદો વધ્યા છે જેથી આ ચૂંટણી પ્રક્રિયા બંધ કરવી જોઈએ.લોકલ હોદ્દાઓની સત્તા શહેર-જિલ્લાના પ્રમુખને આપવી જોઈએ. પ્રદેશ કક્ષાએ કે સિનિયર લેવલે નેતાઓને સ્થાનિક સંગઠન ખ્યાલ નથી હોતો અને નિમણૂંકો સીધી થાય છે. પ્રદેશ કક્ષાએથી જે અગ્રણીઓ, કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તેના પર ડરના ભાવ સાથે પગલા લેવાતા નથી.
હોદ્દાઓ, ટિકીટો આપવામાં મારા-તારા, વ્હાલા દવલા નહીં સક્ષમતા મુજબ ફાળવણી કરવી જોઈએ. પ્રભારીઓ, સહપ્રભારીઓ કે સિનિયર જવાબદારો ટિકીટોમાં નાણાંના વહિવટ કરતા હોવાના આક્ષેપ કરાયા છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ સંગઠનના આવા વ્યક્તિઓ પર નજર રાખવા ખાસ ટીમ મુકે, પ્રભારીઓ માત્ર એક-બે મહિને ડોકિયુ કરીને જતા રહે છે. સંગઠન મજબૂત કરવા ફેરફારો કરવા જરૂરી હોવાની લેખિત રજૂઆત રાહુલ ગાંધીને હેન્ડ ટુ હેન્ડ અપાઈ છે.
વારંવાર હારતા કે પેધી ગયેલા ઉમેદવારોને ટિકિટ ન આપો
કોંગ્રેસના બેનર નીચે બેસી છ વખત ચૂંટણી લડીને વારંવાર હારનો સ્વાદ ચાખે છે છતાં ચૂંટણી આવે એટલે લકવા નીકળે છે. આવા અગ્રણીઓ વગના કારણે પ્રદેશમાંથી ટિકીટ લઈ આવે છે. ઘણાખરા તો પેધી ગયેલા ઉમેદવારો ભાજપના ઈસારે જ ટિકીટ લાવતા હોવાના કે વિરોધી ઉમેદવારને વિજય અપાવવા જ લડતા હોવાના આક્ષેપો પણ કરાયા છે. આવી વર્ગ પ્રથા બંધ કરી અન્ય મજબૂત કે થુવાઓને તક આપવા રજૂઆતમાં માગણી કરાઈ છે.
આણે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યા અને એ આપણો સાથ છોડી જતા રહ્યા: રાહુલ
અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું
અને પક્ષને મજબુત કરવા માટે શું શું કરવું જોઈએ તેની વાતો કરી હતી. એક તબક્કે રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું હતું કે, આપણે આપણે દલિત , મુસ્લિમ અને બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યા અને એ આપણો સાથે છોડી દીધો, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસે એસ.સી., એસ.ટી અને ઓબીસી માટે લડવું જોઈએ. કોંગ્રેસ ગરીબોની પાર્ટી છે. અને તેણે સવર્ણોમાં રહેલા ગરીબો માટે પણ લડવું જોઈએ.