રાજકોટમાં જુગારમાં પણ બેઇમાની : પત્તા જોયા વગર પહેલેથી ખબર પડી જાય કે કોણ જીતશે બાજી, જાણો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય છે ચીટિંગ
સાતમ-આઠમ અને જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આ દિવસોમાં પોલીસ અનેક જુગારીઓને પકડી છે ત્યારે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારમાં બેઇમાનીનો ખતરનાક ખેલનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક એવું જુગારધામ પકડી પાડ્યું હતું જેમાં તમારા પત્તા ગમે તેટલા મજબૂત હોય અથવા તો તમે આ રમતના એકદમ પાક્કા ખેલાડી હશો તો પણ જીતશે તો સામે વાળો જ. ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરપાર જોઈ શકાય તેવા ગંજીપત્તા સહીતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હયો ત્યારે ચાલો જાણીયે શું છે આ ટેક્નોલોજી અને જુગારમાં થતી હતી ચીટિંગ.
હાલ ટેક્નોલોજીનો યુગ આવી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું હશે કે જુગાર રમવામાં અને તેમાં પણ ચીંટીંગ કરવામાં ટેક્નોલોજી વપરાતી હશે. રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં રાજકોટ શહેર, પુનીતનગર વાવડી, આકાર હાઇટસ, આઇ-વ્હીંગના ફલેટ નં.502માંથી વિપુલ રમેશભાઈ પટેલ નામના યુવકના ઘરે દરોડો પાડીને આરપાર જોઈ શકાય તેવા જુગાર રમવામાં ઉપયોગમાં લઇ શકાય તેવા કેમીકલ યુકત ગંજાપતાના પાના, આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ તથા સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ.રૂ75 લેન્સ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આંખના સોફટ કોન્ટેકટ લેન્સથી ગંજીપતાની આરપાર જોઈ શકાય
મુદ્દામાલ સાથે પકડાયેલ સામાવાળાની ઉપરોકત મુદ્દામાલના ઉપયોગ બાબતે પુછપરછ કરતા તેના જણાવ્યા મુજબ “કબ્જે કરવામાં ગંજીપતાના પાનાના સેટ કેમીકલ યુકત હોય છે અને આંખમાં પહેરવાના સોફટ કોન્ટેકટ લેન્સ ગંજીપતાના પાના આરપાર જોઇ શકાય તેના માટેના હોય છે. તેમજ સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કીટમાં રહેલ મોબાઇલ ફોન સેન્સર વડે ગંજીપતા તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે બાટવામાં આવેલ તમામ બાજીમાંથી કઇ બાજી સૌથી મોટી છે તેનો નંબર મોબાઇલની સ્ક્રીન તેમજ બ્લુટુથ સ્પીકરમાં દર્શાવવામાં આવતી .

આ રીતે થાય છે ચીટિંગ?
આ વસ્તુઓનો થતો ઉપયોગ
- ખાસ કેમિકલ લગાવેલા પત્તા
- મોબાઈલ જેવી ડિવાઈસ
- રિમોટ કંટ્રોલ
- મખ્ખી બ્લૂટૂથ
જુગાર રમતી વખતે કઈ રીતે ચીટિંગ થતી હતી તેનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદાફાશ કરવામાં આવ્યો છે ત્યારે ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે લોકોને છેતરવામાં આવતા હતા.

- સ્ટેપ-1: કેમિકલયુક્ત કેટ અને ખાસ ડિવાઈસને કનેક્ટ કરવામાં આવે છે
- સ્ટેપ-2: રિમોટથી કેટલી બાજી પડશે તેનો કમાન્ડ આપવામાં આવે છે
- સ્ટેપ-3: પત્તા વહેંચાઈ ગયા પછી કઈ બાજી જીતશે તેનું ડિવાઈઝ રિડિંગ કરી લેશે
- સ્ટેપ-4: ડિવાઈઝ બ્લૂટૂથ પડેરેલી વ્યક્તિને કયા નંબરની બાજી જીતશે
- સ્ટેપ-5. તેનો વોઈસ મેસેજ આપશે
રાજકોટમાં જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત ગંજીપાના, આંખના લેન્સ તેમજ બ્લુટુથ મળવા મામલે ACP બી.બી.બસીયાએ નિવેદન આપીને કહ્યું હતું કે પુનિતનગર વાવડી વિસ્તારમાં આવેલા આકાશ હાઇટ્સ બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વિપુલ રમેશ પટેલ પાસેથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત ગંજી પાના, આંખના લેન્સ તેમજ બ્લુટુથ કબ્જે સહીત 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ માલ FSLમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
