જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની વરણી : 68 નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ
જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે (5 માર્ચ) પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયાતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપ્રમુખના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
જુનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે મનન ભાયાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.
બોટાદ નગર પાલિકા
- પ્રમુખ: ધર્મિષ્ઠાબહેન જોટાણીયા
- ઉપપ્રમુખ: નિરુબહેન ત્રાસડીયા
- કારોબારી ચેરમેન : જયશ્રીબહેન
ગઢડા નગરપાલિકા
- પ્રમુખ: હિતેશ પટેલ
- ઉપપ્રમુખ: સુરેશભાઈ મેર
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ જાહેર
લુણાવાડા નગરપાલિકા
- પ્રમુખ: ડૉ. કીર્તિ પટેલ
બાલાસિનોર નગરપાલિકા
- પ્રમુખ: ગાયત્રીબહેન ત્રિવેદી
સંતરામપુર નગરપાલિકા
પ્રમુખ: નિશાબહેન મોદી
બીલીમોરા નગરપાલિકા
પ્રમુખ: મનીષ પટેલ
કોડીનાર નગરપાલિકા
- પ્રમુખ: આબીદાબહેન નકવી
- ઉપપ્રમુખ:શીવાભાઈ હમીરભાઈ સોલંકી
- કારોબારી ચેરમેન: વિવેક મેર
ચોરવાડ નગરપાલિકા
- પ્રમુખ: બહેનાબહેન ચુડાસમા
માંગરોળ નગરપાલિકા
- પ્રમુખ: ક્રિષ્ણાબહેન થાપલિયા
માણાવદર નગરપાલિકા
- પ્રમુખ: જીતુ પનારા
બાટવા નગરપાલિકા
- પ્રમુખ: સુનીલ જેઠવાણી
વિસાવદર નગરપાલિકા
- પ્રમુખ: રક્ષાબહેન મહેતા
વંથલી નગરપાલિકા
- પ્રમુખ: રાકેશ ત્રાંબડિયા
હળવદ નગરપાલિકા
પ્રમુખ : ફોરમબેન રાવલ
ઉપ પ્રમુખ : સતિષ પટેલની પસંદગી