દેવાયત ખવડે તાલાલામાં દીધો ‘મોરે મોરો’: અમદાવાદના ડાયરાની જૂની માથાકૂટમાં કાર સાથે કાર અથડાવી કર્યો હુમલો, એકને ઇજા
લોકસાહિત્યકાર દેવાયત ખવડ અવારનવાર વિવાદ રહેતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં દેવાયત ખવડની તાલાલામાં બબાલ થઇ હતી. ડાયરા કલાકારની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. છ મહિના પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે જૂની અદાવતમાં મોરે મોરો દીધો હોવાની ચર્ચા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે ઘટના થતા પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર આ ઘટના તાલાલા ગીરના ચિત્રોડ ગામની છે જ્યાં દેવાયત ખવડે મોરેમોરો દીધો હતો.જૂની અદાવતમાં ડાયરા કલાકારની ફોર્ચ્યુનરની કિયાને ટક્કર મારવામાં આવી હતી જેમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા હતા ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો 11 ઓગસ્ટે ચિત્રોડ ગામે ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા.આ માહિતી દેવાયત ખવડ અને તેમના માણસોને મળી હતી. ત્યાર બાદ દેવાયત ખવડ સહિતના લોકોએ ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરીને ઝઘડો કર્યો હોવાના સમાચાર જાણવા મળે છે.
ધ્રુવરાજસિંહે ગીરમાં હોવાનું સ્ટેટ્સ મુકતા તેની રેકી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેવાયત ખવડ અને તેના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયાને કારને ટક્કર મારી હતી. જેમાં કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી જેના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર છે. ધ્રુવરાજસિંહ પગમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસમાં અધિકારીઓ સુરક્ષિત : નાના કર્મીઓ પર જ લેવાય છે એકશન? જાણો શું છે સમગ્ર મામલો
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા હાલ ઘટનાસ્થળથી 500 મિટર દૂર આવેલા ચિત્રોડ પાટિયા પરના CNG પંપના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની બે ફોર્ચ્યુર કાર તલાલા બાજુ જતી જોવા મળી હતી. પોલીસે ફોર્ચ્યુર કારનું આગળનું લોકેશન મેળવવા માટે તાલાલા રોડના વધુ સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું છે.આ ઉપરાંત દેવાયત ખવડ અને તેમના સાગરિતોને પકડવા કવાયત હાથ કરી છે.
આ પહેલા પણ દેવાયત ખવડ પાર હુમલો થયો હતો
અગાઉ જોયા મુજબ દેવાયત ખવડ કોઈને કોઈ વિવાદમાં રહેતા જ હોઈ છે. કા તો શાબ્દિક યુદ્ધ કે તો એમના ડાયલોગ મુજબ મોરેમોરો! અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જો કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયત ખવડે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન રહ્યા, જેથી આયોજકો રોષે ભરાયા હતા. આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાયત ખવડ પર હુમલો કરાયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો : સાવધાન! દેશમાં નકલી માલનું સૌથી વધુ 30 ટકા વેચાણ : દવાઓથી લઈને દરેક સેક્ટરમાં નકલી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ
રાજકોટમાં દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ
રાજકોટમાં પણ દેવાયત ખવડ વિવાદમાં આવી ચુક્યા છે બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. ઘટનાના 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.
