બબ્બે પ્રયાસ છતાં ‘રાજકોટ મહાનગરપાલિના ‘બાબુ’ઓને જમાડવા કોઈ નક્કી થતું નથી! નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ
મહાપાલિકામાં આખું વર્ષ કોઈને કોઈ કાર્યક્રમ આયોજિત થયા જ કરે છે સાથે સાથે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના વિવિીઆઈપીની મૂવમેન્ટ પણ રહેતી હોય અત્યાર સુધી અલગ-અલગ લોકોને નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થાની જવાબદારી સોંપી ગાડું ગબડાવાઈ રહ્યું હતું.
જો કે આ માટે ખર્ચ ધારણા બહારનો આવતો હોય હવે ત્રણ વર્ષ સુધી નાસ્તા-ભોજનનું મેનુ ફિક્સ કરી ટેન્ડર મારફતે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે અને બબ્બે વખત ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું પરંતુ અઘરી શરતોને કારણે એજન્સી ગેરલાયક ઠરતા શરતમાં સુધારા કરી ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

શરતોની વાત કરવામાં આવે તો મહાપાલિકા દ્વારા વર્ષે એક કરોડનું ટર્નઓવર હોય તેવી જ એજન્સી આ ટેન્ડર ભરી શકશે તેવી શરત મુકવામાં આવતા પાછલા બે વખત કરાયેલા ટેન્ડરમાં પણ બેથી વધુ એજન્સી આવી હતી
પરંતુ આ શરતને કારણે ગેરલાયક ઠરતા હવે એક કરોડનું ટર્નઓવર ઘટાડી 50 લાખ કરીને ફરી ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બીજી વખથ કરાયેલા પ્રયાસમાં પણ ત્રણેક જેટલી એજન્સી આવી હતી પરંતુ તેમને શરત ઉપરાંત અમુક પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળતા સાંપડતા ડિસ્ક્વોલિફાઈડ કરાઈ હતી.
આ પણ વાંચો : પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
શું શું પીરસાશે નાસ્તા-ભોજનમાં ?
ઉલ્લેખનીય છે કે આ ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ તેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી બહાલ રાખે એટલે આગલા ત્રણ વર્ષ સુધી ટેન્ડરમાં નક્કી કરાયેલા મેનુ પ્રમાણે જ નાસ્તો, ભોજન પીરસવામાં આવશે. ભોજનમાં ફુલ ગુજરાતી થાળી જેમાં રોટલી, પૂરી-પરોઠા, દાળભાત, બે શાક, છાશ-પાપડ, સલાડ, મિઠાઈ, ફરસાણ સહિતની વાનગીઓ સામેલ કરાઈ છે તો પંજાબી થાળીમાં બે સજી, પરોઠા-કુલ્ચા, જીરારાઈસ, દાલફ્રાઈ, છાશ, પાપડ, સલાડ, બે જે મિઠાઈ સમાવિષ્ટ છે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન મેનુમાં ઈડલી-સંભાર, મેંદુવડા-સંભાર, ઢોસા-સંભાર, ઉપમા, નાસ્તામાં ચાર ડ્રાયફ્રુટસ, બે પ્રકારના બિસ્કિટ, બે પ્રકારના ફૂટ જયુસ, હિમાલય પેકડ ડ્રિંકિંગ વોટર સહિતનો સમાવેશ થાય છે.
