“કકું-કેસર છાંટી કંકોતરી મોકલી રે…..”રાજકોટમાં 5000ની એક કંકોત્રી પણ બને છે
પ્રસંગનું રૂડું આમંત્રણ આપતી પ્રિન્ટેડ કંકોત્રીના સ્થાને હવે ડિઝાઇનર કંકોત્રીનો ક્રેઝ: પ્રસંગની મીઠાશ પાથરવા સિલ્વર કે ઓકસોડાઇડના બોક્સમાં ચોકલેટ, ડ્રાયફ્રુટ,એકઝોટીક સ્વીટસ સાથે ગણેશ અને રાધાકૃષ્ણની મૂર્તિ સાથે ગિફ્ટ આપવાનો વધતો ટ્રેન્ડ વધ્યો
રાજકોટ
“કકું છાંટી કંકોતરી મોકલી રે…..” લગ્ન પ્રસંગની મોસમ શરૂ થઈ ગઈ છે, દર વર્ષ કરતાં આ વર્ષે ચોઘડિયાઓ પણ ઘણા આવ્યા છે, પરિવારમાં પ્રસંગ માટેનું આમંત્રણનું પ્રતિક એટલે કંકોત્રી, હવે સમય જતા અને ડિજિટલના ટ્રેન્ડમાં કંકોત્રી પણ માત્ર શુભ પ્રતીક બની ને રહી છે તો ઘણા શ્રીમંત પરિવારમાં ડિઝાઇનર કંકોત્રી ફેશન બની છે.
અગાઉના સમયમાં હાથેથી બનતી આમંત્રણ પત્રિકા ધીમે ધીમે પ્રિન્ટિંગ સાથે સંકળાય અને હવે ડિજિટલના યુગમાં ડિજિટલ કંકોત્રીનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે,મારા મામા,કાકા,માસી,ફઇમાં લગ્નમાં આવવવાનું છે હો….જેવા ભાણીયા ભત્રીજાઓના મીઠા મધુર ટહુકાનું સ્થાન હવે થીમ વેડિંગએ લઈ લીધું છે.
તેમ છતાં ઘણા પરિવારો હજુ પ્રિન્ટેડ કંકોત્રી બનાવી પોતાના સ્વજનને આમંત્રણ પાઠવે છે તો મોટા પરિવારોમાં બધાથી અલગ અંદાજમાં કંકોત્રી બનાવીને ઇન્વિટેશન મોકલવામાં આવે છે. વર્ષોથી કંકોત્રી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિનુભાઈએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એમડીએફ કંકોત્રી સાથે વર-વધૂના ફોટા સાથેની કંકોત્રીની માંગ વધી છે. સામાન્ય પ્રિન્ટેડ કંકોત્રીમાં પાંચ રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કંકોત્રી તૈયાર થાય છે જ્યારે જેમાં ડિઝાઇનર કંકોત્રી 1500 રૂપિયા સુધીની પણ બને છે.
આ ઉપરાંત હવે ખાસ ઘણા લોકો કંકોત્રી માટેના સિલ્વર કે ઓકસોડાઇડના બોક્સ તૈયાર કરે છે. પરિવારના પુત્ર કે પુત્રીના લગ્ન અને રિસેપ્શન માટે આમંત્રણ સાથે પ્રસંગની મીઠાશ સ્વરૂપે ચોકલેટ કે ડ્રાયફ્રુટ, એમાં પણ હવે જરા અલગ અંદાજમાં પર્ફ્યુમ, ભગવાનની મૂર્તિ મોકલવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેમાં 5000 થી 10000 એક કંકોત્રી પાછળ લોકો ખર્ચી નાખે છે,
કરોડો રૂપિયાના ખર્ચે શાહી લગ્ન જેમના પરિવારમાં યોજાય છે તેઓ લાખો રૂપિયાના ખર્ચે ડિઝાઇનર કંકોત્રી બનાવી રહ્યા છે. રાજકોટમાં એક કંકોત્રી 5000 ની કિંમતની બને છે આવી 500 થી 1000 કંકોત્રીઓ પણ મહેમાનો માટે બનાવવામાં આવે છે. દર વર્ષે કંકોત્રીમાં અલગ અલગ ડિઝાઇન માર્કેટમાં આવી રહી છે જેમાં દર વર્ષ કરતા આ વખતે પરંપરાગત ટ્રેન્ડ ની ડિઝાઇન કંકોત્રીમાં જોવા મળી રહી છે.
1 કંકોત્રીમાં પ્રસંગની વિગતો ગુજરાતીના બદલે ઇંગ્લિશમાં આપવાનો ટ્રેન્ડ
અત્યારે સુધી કંકોત્રી મોટાભાગે ગુજરાતી લખાણવારી બનતી એમાં શુભ પ્રતિક દર્શાવવામાં આવતા હતા, ત્યારે રિસેપ્શન માટેનું કાર્ડ ઇંગલિશમાં બનતું, જ્યારથી થીમ બેઇઝ વેડિંગ શરૂ થયા છે ત્યારથી કંકોત્રી પણ સંપૂર્ણ રીતે ઇંગ્લિશમાં બની રહી છે. લાંબુ લચક લખાણના બદલે તો શોર્ટ માહિતીઓ દર્શાવવામાં આવે છે.
રૂબરૂ તેડાનું સ્થાન ‘Whatsup’એ લીધું..!!
જેમના ઘરે પુત્ર કે પુત્રી નો પ્રસંગ આવતો હોય તો બે મહિના અગાઉ તેની ધામધૂમથી તૈયારીઓ થતી હોય છે. લગ્ન નક્કી થતાની સાથે જ હરખના તેડા મોકલવામાં આવે છે જેના લીધે બહારગામથી આવનારા મહેમાનોને તેમના ટિકિટ બુકિંગ અને તૈયારી કરી શકે, જ્યારે દીકરીના લગ્ન લખાય કે દીકરાના લગ્ન આવે ત્યારબાદ પરિવારજનો અને આમંત્રિત મહેમાનોને આમંત્રણ માટે પરિવારના સ્વજનો તૈયાર થઈ ઠાઠમાઠ સાથે ઘરે ઘરે રૂબરૂ જઈ આત્મીય આમંત્રણ પાઠવતા હતા. બદલતા સમય સાથે હવે તેમાં પણ ઘણા બદલાવ આવ્યો છે. આ પ્રથા હવે સાવ અલિપ્ત થઈ ગઈ છે અને આમંત્રણ માટે નું સ્થાન whatsapp એ લઈ લીધું છે. એમાં પણ કોરોનાએ ડિજિટલ આમંત્રણને વધારે વેગ આપ્યો છે. નજીકના સગાને કુરિયર દ્વારા અને બાકીને સોશિયલ મીડિયા દ્વારા આમંત્રણ આપી દેવામાં આવે છે.
3 ડિજિટલ કંકોત્રીઓને કારણે ફ્રોડ થવાના કિસ્સાઓ
ડિજિટલ કંકોત્રીની ડિમાન્ડ વધવાની સાથે એક થવાના બનાવો પણ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા હતા. સાયબર માફિયા હોય હવે ડિજિટલ કંકોત્રીને પણ સાયબર ક્રાઇમમાંથી બાકાત રાખી નથી.હેકર્સ ડિજિટલ કંકોત્રી સાથે Apk ફાઇલ જોડી દે છે, આ ફાઇલના કારણે જ્યારે કોઈપણ સ્વજન કંકોત્રી ખોલે એટલે તરત જ તેમની બેંક ડીટેલ હેકર્સ પાસે જતી રહે છે, આથી લોકોએ હવે આ બાબતે પણ સજાગ રહેવું પડશે.