1 જ મંદિરમાં 1000 શિવલિંગના દર્શન : છોટેકાશીમાં આવેલું ‘હજારેશ્વર મહાદેવ’નું મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર, જાણો મંદિરનો ઇતિહાસ
હાલ શ્રાવણ મહિનો ચાલો રહ્યો છે. ભોળાનાથની ઉપાસના,આરાધના માટે આ મહિનાને ઉત્તમ માનવામાં આવે છે.શિવ પુરાણ અનુસાર શિવજી જેવા શીધ્ર દયાળુ અન્ય કોઈ જ દેવ નથી.શિવજી ને ફક્ત એક કળશ જળ ચડાવવાથી રીઝાઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ શિવ મંદિરોના દર્શન કરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલો એક જિલ્લો જેને છોટેકાશી તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરનું નામ છે જામનગર જ્યાં અનેક શિવ મંદિરો આવેલા છે ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મંદિરની જ્યાં તમે 1000 શિવલિંગના દર્શન એકસાથે થઇ શકશે.

ભગવાન શિવના 1000 શિવલિંગ ધરાવતું એકમાત્ર મંદિર જામનગરમાં આવેલું છે. જેનું અનેરું મહાત્મય જોવા મળે છે અને શ્રાવણ મહિનામાંથી દેશ-વિદેશથી શિવભક્તો ખાસ આ મંદિરની મુલાકાત લેવા આવે છે. જિલ્લામાં અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો મંદિરો આવેલા છે. જે ભારતભરમાં પ્રખ્યાત છે તેમાંનું એક જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલું હજારેશ્વર મહાદેવનું મંદિર જેમાં એક સાથે 1000 શિવલિંગના દર્શન કરીને તમે ધન્યતા અનુભવી શકો છો.

મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રોચક
આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રોચક છે. આ હજારેશ્વર મંદિરની સ્થાપના સ્વામિ ચિંતાનંદજીએ કરી હતી, સ્વામી ચિતાનંદજીએ 12 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યું હતું. જેના કારણે મહાદેવ પ્રસન્ન થયા હતા. સ્વામીજી દ્વારા એક હજાર શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી.

હાલ આ મંદિરમાં વિશાળ ભૂતનાથ મહાદેવના શિવલિંગ ઊંચકીને ઉભેલા ચિતાનંદસ્વામીની પણ મૂર્તિ આવેલી છે. તથા આંબા માતાજી પણ અહીં બિરાજમાન છે. હાલ અહીં જામનગર જ નહીં વિદેશથી પણ ભક્તો મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે.

જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલ સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર કે જે હાજરેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની પુજા વર્ષોથી એક પેઢીના જ પરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલ આ મંદિરની પુજા રસિલાબેન કિશોરચંદ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવે છે.સ્વામી ચિતાનંદજી મહારાજે અહીં 1001 શિવલિંગની સ્થાપના કરી છે.
આ પણ વાંચો : PM મોદી ગુજરાતની મુલાકાતે : આ તારીખો દરમ્યાન ફરી આવશે માદરે વતન,વડનગરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું કરશે ઉદઘાટન
તે પાછળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. સ્વામી ચિતાનંદની મહારાજજી મેવાડા બ્રાહમણ હતા. 250 વર્ષ પૂર્વે તેઓ ભ્રમણ કરતાં કરતાં જામનગર આવી પહોંચ્યા અને જ્યાં અત્યારે મંદિર જે તે જગ્યા પર આવીને ભગવાન શંકરનું તપ કરવાનું વિચાર્યું. જામનગરમાં આવેલું મંદિર એક અનોખું માહાત્મ્ય ધરાવે છે પૌરાણિક મંદિરમાં હજારો લોકો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
