Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટવાસીઓને હાશકારો !! 9 મહિના બાદ 8 કોમ્યુનિટી હોલ શરૂ, આ રીતે કરો ઓનલાઈન બુકિંગ

Sat, April 5 2025
  • હાશ ! 9 મહિના બાદ 8 કોમ્યુનિટી હોલ શરૂઃ બાકીના 10 આ મહિને જ ચાલું થશે
  • પેટાઃ 14 એપ્રિલથી લગ્નગાળો શરૂ થાય તે પહેલાં 8 કોમ્યુનિટી હોલમાં 13 યુનિટનું બુકિંગ શરૂ કરી દેવાતાં મોટી રાહતઃ ચાર હજારથી 30 હજાર સુધીના ભાડે હોલ મળશે
  • મેમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા માટે ઑગસ્ટથી બંધ કરી દેવાયા હતા

રાજકોટમાં 25 મે-2024ના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ ફાયર સેફ્ટી જેવી મહત્ત્વની બાબતે ચાલી રહેલી લાલિયાવાડી પણ ઉજાગર થઈ હતી. અગ્નિકાંડ સર્જાયાના બે મહિના બાદ મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને `ભાન’ થયું હતું કે તેમના દ્વારા સંચાલિત 23 કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર્ડ થઈ ગયા છે સાથે સાથે એનઓસી પણ રિન્યુ કરાવાયું નથી. આ પછી ઓગસ્ટમાં તમામ કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમને બંધ કરી દેવાયા બાદ તેમાં સાધનો અને એનઓસી રિન્યુ કરાવવાની પ્રક્રિયા અંદાજે ચારેક કરોડના ખર્ચે પાર પાડ્યાના નવ મહિના પછી 23 પૈકી 13 કોમ્યુનિટી હોલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નાના પરિવારના લોકો પોતાના નાના-મોટા પ્રસંગોના આયોજન કરવા, સુવિધા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે જેમાં ફાયર સેફ્ટીની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ જતાં 23માંથી 13 કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અધિકારી સૂત્રોએ જણાવ્યું કે હાલ મહાપાલિકા પાસે કુલ 25 કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ ઉપલબ્ધ છે જે પૈકી રેસકોર્સ આર્ટગેલેરી અને કોઠારિયા રોડ પરના ઓડિટોરિયમનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોય તેને શરૂ થતાં થોડો સમય લાગશે. જ્યારે બાકી રહેલા 23માંથી 13 કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અન્ય દસ હોલ પણ ચાલું મહિને જ શરૂ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે તે પહેલાં જ 13 કોમ્યુનિટી હોલ શરૂ થઈ જતાં પ્રસંગનું આયોજન કરનારા પરિવારોને મોટી રાહત મળશે. ઉપરોક્ત કોમ્યુનિટી હોલનું ભાડું ચાર હજારથી લઈ 30 હજાર રૂપિયા સુધીનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેવી રીતે બુકિંગ કરી શકાશે ?

  • મહાપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અથવા મોબાઈલ એપ્લીકેશન પર હોલ બુકિંગ સિલેક્ટ કરવું
  • હોલ બુકિંગમાં જઈ અરજદારે તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આઈડી કાર્ડ નંબર દાખલ કરવો
  • અરજદારે પોતાની બેન્કની વિગત દાખલ કરવી (બેન્ક પાસબુ કે ચેકબુક સાથે રાખવી)
  • અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ પસંદ કરવો
  • પ્રસંગનો હેતુ પસંદ કરવો
  • પ્રસંગની તારીખ પસંદ કરવી જે કરાયા બાદ લીલો રંગ દર્શાવે તો બુકિંગ ખાલી, લાલ રંગ હોય તો બુકિંગ થઈ ગયેલું છે અને ભૂરો રંગ હોયતો બુકિંગ ખુલવાનું બાકી છે તેમ માનવું
  • બુકિંગ ખાલી હોય તો ત્યાં કેપ્ચા કોડ દાખલ કરી `સેવ એન્ડ પેમેન્ટ’ પર સિલેક્ટ કરવું
  • ચૂકવણાના વિવિધ વિકલ્પ દર્શાવાયા બાદ તેમાંથી એક પસંદ કરી ચૂકવણું કરવું
  • આ પછી મહાપાલિકાની વેબસાઈટ પર જઈ હોલ બુકિંગ રિસિપ્ટમાં જઈ રિસિપ્ટ ડાઉનલોડ કરવી

Share Article

Other Articles

Previous

19 વર્ષ બાદ RMCની લીગલ શાખામાં થયો આ મોટો ફેરફાર, અનેક તર્ક-વિતર્ક સર્જાયા

Next

અલવિદા “ભારત કુમાર” : પાર્થિવદેહ પંચમહાભૂતમાં થયો વિલીન, મનોજ કુમારને અંતિમ વિદાય આપતા પત્ની ભાંગી પડી, Video રડાવી દેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
1 દિવસ પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
1 દિવસ પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
1 દિવસ પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

નીટ યુજી રી- એક્ઝામનું પરિણામ જાહેર : ટોપર્સની સંખ્યા ઘટીને 67 માંથી 61 થઈ, બીજી વારની પરીક્ષામાં માત્ર 813 ઉમેદવારો રહ્યા હતા હાજર
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલને મોટી રાહત: સુપ્રીમ કોર્ટમાં રેગ્યુલર જામીન મંજૂર: નામાંકિત એડવોકેટ અનિલ દેસાઈની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી
Breaking
1 વર્ષ પહેલા
બાલ્ટીમોર બ્રિજ તૂટી પડવાથી આટલા ડોલરના નુકસાનનો અંદાજ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની પતંગ બજારમાં મોદી અને યોગીની પતંગની ધૂમ ડિમાન્ડ જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર