રાજકોટ એરપોર્ટની પાણી-વાઇફાઇની ફરિયાદ કેન્દ્રીય મંત્રીના કાન સુધી પહોંચી: રામભાઇએ મંત્રી નાયડુને રૂબરૂ મળી કરી રજૂઆત
દિલ્હી ખાતે સંસદના ચાલતા શિયાળુ સત્ર દરમ્યાન નાગરિક ઉડ્ડયન ખાતાના કેબીનેટ મંત્રી કીન્જરાપુ રામમોહન નાયડુજી ને રૂબરૂ મળી રાજ્ય સભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ રજૂઆત કરેલ હતી કે, રાજકોટને મળેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થયેલ ન હોઇ સૌરાષ્ટ્ર અને કચ્છ ની જનતાની સુવિધા માટે તુરતજ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી.
તેઓએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકમા વાઈફાઈ ની સુવિધા ને લગત મુશ્કેલીઓ તથા એરપોર્ટમાં પીવાના પાણીની મુશ્કેલી તુરતજ દુર કરવા અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી રાજકોટનું અંતર લગભગ 35 કી.મિ. જેટલું દુર હોઇ તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે થી ત્રણ કી.મિ. જેટલું એરપોર્ટ અન્દરના ભાગે આવેલ હોઇ, હાઈવે થી એરપોર્ટના દરવાજા સુધી પહોચવા માટે એરપોર્ટ ઓથોરીટીનાં સ્ટાફ, સીઆઇએસએફના જવાનો તથા વિમાન યાત્રીને તેડવા અને મુકવા આવનાર સગા સબંધીઓને અત્યંત મુશ્કેલી પડે છે. અને પરિણામે સમયસર એરપોર્ટ પર પહોંચવું મુશ્કેલ બંને છે.
આ પણ વાંચો :રાજકોટના સોની પરિવારને ઉદયપુર પાસે નડ્યો અકસ્માત : યુવાન વેપારીનું મોત, પરિવારમાં અરેરાટી
જેથી હાઈવે થી એરપોર્ટના દરવાજા સુધી પહોચવા માટે સીટીબસ કે તેવી અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શરુ કરવાની ખાસ જરૂર છે. તેવી બહાર પૂર્વક રજૂઆત કરેલ છે. આ રજૂઆત વખતે ભારત સરકારના રાજ્યકક્ષાના સ્કીલ ડેવલપ મેન્ટ (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ મંત્રી જયંત ચૌધરી, પણ હાજર રહેલ હતા અને તેમની સાથે પણ તેઓએ શુભેચ્છા મુલાકાંત કરેલ હતી.
