20 વર્ષ બાદ ભારતમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ : અમદાવાદ બનશે યજમાન,2030માં થશે આયોજન
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ વિશેષ સામાન્ય સભા દરમિયાન 2030 માં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બોલીને ઔપચારિક મંજૂરી આપી હતી. ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેરબનાવીને અગાઉથી જ આશયપત્ર જમા કરાવ્યો હતો. જો કે ભારતે 31 ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં અંતિમ બોલી માટે પ્રસ્તાવ જમા કરાવવાનો રહેશે.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગની 9 વેબસાઈટનું કરાયું રિ-લોન્ચિંગ : વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ વગેરેની માહિતી ઝડપી-સરળતાથી મળશે
આઈઓએના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ અડધા કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી બેઠક બાદ કહ્યું કે સામાન્ય સભાએ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની દાવેદારીને સર્વસંમતિથી મંજૂરી આપી છે.હવે અમે અમારી તૈયારીઓને ઝડપથી આગળ વધારશું. કેનેડાના દોડમાંથી બહાર થઈ ગયા બાદ ભારત માટે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની શક્યતાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો : જો રાજકોટ સિવિલ હોસ્પિટલ આગળ આવે તો ‘અંગદાન’ અભિયાનને મળશે વેગ: 60 ટકા દર્દીઓ રાહમાં
કોમનવેલ્થ ગેમ્સના ડાયરેક્ટર ડેરેન હૉલના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની એક ટીમે તાજેતરમાં જ અમદાવાદની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મહિનાનાઅંતમાં વધુ એકવાર પ્રતિનિધિમંડળ અમદાવાદ આવશે. ઉલ્લેખનીય છેકે ભારત અગાઉ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે.
