લ્યો બોલો! જામનગર-ધ્રોલની બેન્કના ATMમાં 31.36 લાખ જમા કરવાને બદલે 2 શખસોએ વાપરી નાખ્યા
જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ અને ધ્રોલની બેન્કના એટીએમમાં ખાનગી કંપની દ્વારા બે કસ્ટોડિયલની નિમણૂક કરીને પૈસા જમા કરાવવાની જવાબદારી સોપાઈ હતી, જે બંને આરોપીઓએ 31.36 લાખ રૂપિયા જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.2 આરોપીઓને પકડી પાડ્યા છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટની એક ખાનગી કંપની મા કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશી કે જે જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોળના એટીએમ માં નાણા જમા નહીં કરાવી કુલ ૩૧.૩૬ લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરીયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમ માં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપની ને સોંપવામાં આવી છે, અને આવી ખાનગી કંપનીના બેક કર્મચારીઓ કે જેઓને કસ્ટોડિયા તરીકે નિમણુંક અપાય છે, અને જેઓ દ્વારા પાસવર્ડ મેળવીને બેંકના એટીએમ માંથી નાણા ઉપાડવા અને જમા કરાવવાની જવાબદારી હોય છે.
આ પણ વાંચો : સાતમ-આઠમનાં મીની વેકેશનમાં વિદેશ પ્રવાસ માટે રાજકોટવાસીઓ તૈયાર : સિંગાપોર-મલેશિયાનાં બુકીંગ વધુ
ઉપરોક્ત બંને આરોપીઓ પ્રકાશ કે જે જામનગર શહેરના લીમડા લઈને રણજીત સાગર રોડ સાધના કોલોની સામે આવેલી એસ.બી.આઈ. ની કચેરી નવાગામ ઘેડમા આવેલી, અને દરેડની બ્રાન્ચ સોયટીમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન રૂપિયા ૩૧.૩૬ લાખની રકમ જમા નહીં કરાવી પતાના અંગત ઉપયોગ માં વાપરી કરી હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.પોલીસે બંને આરોગ્ય સામે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ બંને શખ્સોને પકડી પાડ્યા છે.