રાજકોટ : ફી નિયમન સમિતિ સમક્ષ રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા બી.ઈ અને બી.ટેકમાં 2023-24માં 1,20,000 સામે 95,000, 2024-25 માટે 1,30,000 સામે 101000 અને વર્ષ 2025-26 માટે 1,40,000ના વધારાની માંગ સામે 1,07,000 હજાર ફી મંજુર કરવામાં આવી છે. રાજકોટની ક્રાઈસ્ટ પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટે ડિપ્લોમા એન્જીનીયરીંગ માટે વર્ષ 2023-24માં 60.000 સામે 43200, 2024-25 માટે 66,000 સામે 43,200 અને વર્ષ 2025-26 માટે 72,000 ફીના વધારાની માંગ સામે 43,200 ફી મંજુર કરવામાં આવી છે. એ જ રીતે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ડિપ્લોમા એન્જીનીયરીંગ માટે વર્ષ 2023-24માં 66.000 સામે 51,500, 2024-25 માટે 70,000 સામે 51,500 અને વર્ષ 2025-26 માટે 75,000 ફીના વધારાની માંગ સામે 51,500 ફી મંજુર કરવામાં આવી છે.
જયારે ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર દ્વારા વર્ષ 2023-24માં 1,75,000 સામે 1,15,000, 2024-25 માટે 2,05,000 સામે 1,22,000 અને વર્ષ 2025-26 માટે 2,23,000 ફીના વધારાની માંગ સામે ફી નિયમન સમિતિ દ્વારા 1,29,000 ફી મંજુર કરવામાં આવી છે. સાથે જ આર.ડી.ગાર્ડી બી ફાર્મસી કોલેજ ન્યારા, રાજકોટ માટે વર્ષ 2023-24માં 60.000 સામે 60,000, 2024-25 માટે 62,000 સામે 62,000 અને વર્ષ 2025-26 માટે 64,000 ફીના વધારાની માંગ સામે 64,000 ફી મંજુર કરવામાં આવી છે.
આ ઉપરાંત એમબીએમાં રાજકોટની ક્રાઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વર્ષ 2023-24માં 1,10,000 સામે 1,10,000, 2024-25 માટે 1,21,000 સામે 1,18,000 અને વર્ષ 2025-26 માટે 1,33,100 ફીના વધારાની માંગ સામે ફી નિયમન સમિતિ દ્વારા 1,25,000 ફી મંજુર કરવામાં આવી છે. જયારે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વર્ષ 2023-24માં 80.000 સામે 80,000, 2024-25 માટે 85,000 સામે 85,000 અને વર્ષ 2025-26 માટે 90,000 ફીના વધારાની માંગ સામે 90,000 ફી મંજુર કરવામાં આવી છે. સાથે જ ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટ સ્ટડીઝ હડાળા, રાજકોટને વર્ષ 2023-24માં 50.000 સામે 41,000, 2024-25 માટે 50,000 સામે 41,000 અને વર્ષ 2025-26 માટે 50,000 ફીના વધારાની માંગ સામે 41,000 ફી મંજુર કરવામાં આવી છે.