ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ વાંચજો ! આ તારીખે રિલ્ઝટ થઈ શકે છે જાહેર, NEETની પરીક્ષા અંગે પણ મોટું અપડેટ
ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ વહેલા આવશે તેવી શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે. જે અનુસંધાને ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 24 એપ્રિલે જાહેર થવાની પ્રબળ સંભાવના વ્યક્ત થઈ રહી છે. ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 22 થી 25 એપ્રિલ દરમ્યાન જાહેર થવાની શક્યતા શિક્ષણ વિભાગના સત્રોએ વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ ગુરૂવારના દિવસે જાહેર થતા હોય છે. ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17મી એ જાહેર થશે તેવો સોશિયલ મીડિયામાં ફેક પરિપત્ર વાયરલ થયા બાદ ગુજરાત બોર્ડ દ્વારા ખુલાસો જાહેર કરી આ ફેક પરિપત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા વહેલી પૂરી થઈ ગઈ છે.ગત વર્ષે પણ રીઝલ્ટ આવેલું જાહેર થયું હતું. આ વર્ષે બોર્ડના કર્મચારીઓ પરિણામ વહેલા જાહેર થઈ શકે તે માટે મહેનત કરી રહ્યા છે.
4 મેએ NEETની પરીક્ષાઃ આ વર્ષે સરકારી કેન્દ્રો પર લેવાશે
મેડિકલમાં પ્રવેશ માટે આગામી ૪ મેનાં રોજ નીટ ની પરીક્ષા લેવાનાર છે,જે પૂર્વે બે અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે. ગેરરીતિના કિસ્સાઓ સામે આવતાં પ્રથમ વખત ખાનગી સંસ્થાને કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે નહીં, આ પરીક્ષા માત્ર સરકારી સંસ્થાઓમાં લેવાશે. કોરોના સમયથી ચાર વર્ષ સુધી વિદ્યાર્થી ઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો એ હવે મળશે નહીં. ગયા વર્ષે નીટની પરીક્ષા દરમિયાન ગોધરા સહિત અલગ અલગ શહેરોમાં ગેરરીતિઓ થઈ હોવાની ઘટનાઓ સામે આવી હતી. તેને પગલે હવે નીટની પરીક્ષા સરકારી સંસ્થાઓ ખાતેથી લેવામાં આવશે એક પણ ખાનગી સંસ્થાઓને પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવતી નહીં તેવું જાણવા મળી રહ્યું છે.