ચીન પાસે હવે 600 પરમાણુ બોમ્બ ગત એક વર્ષમાંજ નવા 100 બનાવ્યા
ડ્રેગન ની પરમાણુ દોટથી અમેરિકા ચિંતિત
ચીન પાસે હવે 600 પરમાણુ બોમ્બ હોવાનું પેન્ટાગોન દ્વારા પ્રસિદ્ધ થયેલા ડિફેન્સ અંગેના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 2023 ના એક વર્ષમાં જ ચીને નવા સો પરમાણુ બોમ્બ બનાવ્યા હતા.ચીનની વધતી જતી પરમાણુ શક્તિથી અમેરિકા ચિંતામાં મુકાયું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન પરમાણુ હથિયાર નિર્માણના ક્ષેત્રે ચીન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 2020 માં ચીન પાસે માત્ર 200 પરમાણુ બોમ્બ હતા. અર્થાત ચાર વર્ષમાં ચીને નવા 4 00 પરમાણુ બોમ્બ બનાવ્યા છે. પરમાણુનું હથિયારોના ઉપયોગ કરવાની પદ્ધતિમાં પણ ચીન વૈવિધ્ય લાવી રહ્યું છે. અમેરિકાની મિસાઈલ ડિઝાઇન સિસ્ટમના જવાબ રૂપે ચીન પણ હાઇપરસોનીક ગાઈડ વેહિકલ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી અતિ આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું હોવાનું એ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે 2035 ના અંત સુધીમાં ચીનની સેનાનું સંપૂર્ણ અધિકારણ કરવાનું અને 2050 સુધીમાં ચીનને વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય તાકાત બનાવવાનું
લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પરમાણુ હથિયારો ક્ષેત્રે ચીન જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા 2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ બોમ્બ હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જો કે સૌથી વધારે પરમાણુ બોમ્બ રશિયા પાસે
છેલ્લા અહેવાલ અનુસાર અમેરિકા પાસે 5044 પરમાણુ બોમ્બ છે. તેમાંથી 1,770
ગમે ત્યારે ત્રાટકી શકે તે પોઝિશનમાં છે. રશિયા પાસે વિશ્વમાં સૌથી વધારે 5,580 પરમાણુ બોમ્બ છે અને તેમાંથી 1710 રેડી ટુ યુઝ પોઝિશનમાં છે. ફ્રાન્સ 290 અને યુકે 250 પરમાણુ બોમ્બ ધરાવે છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ક્ષેત્રે લગભગ સમાન તાકાત ધરાવે છે. ભારત પાસે 172 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. એ ઉપરાંત સત્તાવાર રીતે પરમાણુ શાસ્ત્રી ધરાવતા રાષ્ટ્રોની યાદીમાં ન હોવા છતાં ઇઝરાયેલ પાસે 90 અને નોર્થ કોરિયા પાસે 50 પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે.