મુખ્યમંત્રી આજે રાજકોટમાં : ભુપેન્દ્ર પટેલના હસ્તે ડેપ્યુટી કલેકટરના ક્વાટર્સ સહિત 18 કામોનું ખાતમુહૂર્ત
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જેમાં કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સભાગૃહ ખાતેથી તેઓ રૂપિયા 194 કરોડના ખર્ચે 18 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં ડેપ્યુટી કલેકટરના ક્વાટર્સ, એમજી હોસ્ટેલ, નવું આઈટીઆઈ, પડધરી બાયપાસથી ગામ સુધીના રોડ સહિતના 194 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના મહેમાન બનશે. રાજ્યના પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમને લઈ તેઓ રાજકોટ આવી રહ્યા હોય કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સભાગૃહ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો છે જેમાં મુખ્યમંત્રીના હસ્તે આઈટીઆઈ રાજકોટ ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગના બાંધકામ, મહાત્મા ગાંધી સરકારી છોકરાઓ માટે છાત્રાલય યુનિટ -01 અને યુનિટ -02 નું બાંધકામ, ચિલ્ડ્રન હોમ ફોર બોયસ, રાજકોટના અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાજકોટના નવા બાંધકામ કામ તેમજ ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સરકારી કુમાર છાત્રાલય , રાજકોટના નવા મકાન બાંધકામ અંગેના કામનું ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો :દંપતિ ક્યારે મા-બાપ બનશે તે સરકાર નક્કી કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સાથે જ રાજકોટ ખાતે ડેપ્યુટી કલેક્ટર કેટેગરી માટેના ક્વાટર્સ બનાવવાના કામનું ખાતમુહૂર્ત, રાજકોટ ખાતે માનિસક બિમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલા સ્ત્રી-પુરુષો માટે પુન: વ્યવસ્થાપન ગૃહનું બાંધકામ, મિતાણા – નેકનામ – પડધરી રોડનું રિસરફેસિંગ, પડધરી બાયપાસથી ગામ સુધીના સર્વિસ રોડનું રિસરફેસિંગ, કોટડા સાંગાણી – રામોદ રોડનું રિસરફેસિંગ, રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ ન 04 માં બાકી રહેતી સોસાયટીમાં ડ્રેનેજનું કામ,મહિકા મેઈન રોડથી પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ થઇ માધવ વાટીકા સુધી ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાનું કામ તેમજ વોર્ડ નં.૫માં લાલપરી નદી પર સ્લેબ કલ્વર્ટ બનાવવાનું કામ સહિત કુલ 18 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
