Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ચેતેશ્વર પૂજારાના સાળાનો આપઘાત : 26-11ના રોજ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, એક વર્ષ બાદ એ જ દિવસે જીવ દીધો

Thu, November 27 2025

રાજકોટના રહેવાસી ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના યુવાન સાળા જીત રસિકભાઈ પાબારી
(ઉ.વ.30)એ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગત વર્ષે જે દિવસે (તા.26-11-24ના રોજ) જીત વિરૂધ્ધ તેની જ મંગેતરે નોંધાવેલા દુષ્કર્મના આરોપની ફરિયાદના એક વર્ષ બાદ એ જ દિવસે (તા.26-11-25) જીવ ટૂંકાવી નાખ્યો છે. આત્મઘાતી પગલું ભરવા પાછળનું કારણ શું તે હજુ પોલીસ તપાસ કે આવી કોઈ બાબત ઓનપેપર જાહેર થઈ નથી જેથી રહસ્ય અકબંધ જેવું બન્યું છે. જો કે ડિપ્રેશનના કારણે જીવ દીધો હોવાની વાત કે ચર્ચા ચાલી રહી છે.

શહેરના કાલાવડ રોડ નજીક અમીન માર્ગ પાસેના પોશ વિસ્તાર નૂતનનગરમાં રહેતા જામજોધપુરના વતની રસિકભાઈ પાબારીને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર જીત જેમાં મોટી  પુત્રી પૂજાના લગ્ન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સાથે થયા હતા. પુત્ર જીતની સગાઈ રાજકોટમાં જ નજીકના વિસ્તારમાં  રહેતા પરિવારની પુત્રી સાથે થઈ હતી. જો કે જીતની મંગેતરે ગત વર્ષે જીત વિરૂધ્ધ દુષ્કર્મના આરોપસર ફરિયાદ નોંધાવતા સંબંધોમાં ખટાશ આવી હતી. પોલીસના વર્તુળોની પ્રાથમિક વિગતો મુજબ જીત તેના રૂમમાં રાત્રે હતો. આજે સવારે નવેક વાગ્યા બાદ પણ જાગ્યો ન હોય કે આવી કોઈ મૂવમેન્ટ ન હોવાથી તેના રૂમમાં જોવા જતાં જીત લોખંડની ગ્રીલ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. જીતને તાત્કાલીક બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ ચકાસી મૃત જાહેર કરતાં હાજર પરિવારજનો અન્ય સગાસ્નેહીઓમાં આભ ફાટી પડ્યું હતું.

બનાવના પગલે માલવિયાનગરનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. એક્ઝિ.મેજિસ્ટ્રેટની હાજરીમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી પંચનામું કરાયું હતું. ચેતેશ્વરના પત્ની પૂજા સહિતના સભ્યોમાં કાળો કલ્પાંત થઈ પડ્યો હતો. પાબારી પરિવારે એકનો એક યુવાન પુત્ર તેમજ બે બહેનોએ એકલૌતા ભાઈને ગુમાવતા પાબારી પરિવાર તેમજ સગા-સ્નેહીઓમાં પણ ભારે અરેરાટી મચી ગઈ છે. કોઈ સ્યુસાઈડ મળી ન હતી તેમજ આપઘાત કરવા પાછળનું કોઈ કારણ પણ હજુ બહાર ન આવતા અંતિમ પગલું ભરવા પાછળનું રહસ્ય અકબંધ જેવું રહ્યું છે.

મૃતક જીતને સોશિયલ મીડિયા મારફતે 10 વર્ષ પૂર્વે 2014માં યુવતી સાથે કોન્ટેક્ટ થયો હતો. બન્ને ફ્રેન્ડ બન્યા હતા, સાત વર્ષ બાદ તા.8-10-21ના રોજ બન્નેના ત્રણ માસ બાદ ગોળધાણા (સગાઈ નક્કી થઈ) અને તા.27-10-22ના રોજ બન્નેની સગાઈ થઈ હતી. બે વર્ષ સગાઈ રહ્યા બાદ ગત વર્ષે તા.26-11ના રોજ મંગેતરે જીત વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં જીતે તેના ઘરે પરાણે શરીર સંબંધ બાંધ્યા બાદ ફોટો, વીડિયોના આધારે દબાવતો હોવાના પણ આરોપ મુક્યા હતા. જો કે દુષ્કર્મ આરોપમાં જીતને આગોતરા જામીન મળી ગયા હતા. હાઈકોર્ટમાંથી ફરિયાદ સંબંધે સ્ટે મળ્યો હતો. અંતર્ગત રીતે જાણવા મળ્યા મુજબ જીત પાબારી કેસ સંબંધે મુદત કે આવા કોઈ કામસર બે દિવસ પૂર્વે કોર્ટમાં ગયો હતો. યુવાન ડિપ્રેશનમાં રહેતો હતો અને આવા કારણે જીતે આપઘાત કરી લીધો હતો કે આત્મઘાતી પગલું ભરવા પાછળ કંઈ અન્ય કારણ છે ? તે પોલીસ તપાસમાં બહાર આવશે. પરિવારજનો શોકમગ્ન હોવાથી વિસ્તૃત પૂછતાછ કે નિવેદન ન લઈ શકાયા હોવાથી કારણ સ્પષ્ટ ન થયાનું પોલીસનું કથન છે.

પોલીસને  મોબાઇલ  ફોનની રાહ!

જીતના આપઘાત અંગે કોઈપણ પોલીસને પરિવાર પાસેથી જાણવા મળ્યું નથી. મોબાઈલ ફોનમાં કોઈની સાથે છેલ્લે વાત કરી? કોઈ સાથે ચેટ કરી હતી કે કેમ? અથવા તો કોઈ વિશે કોઈ પોસ્ટ કરી હોય ? કોઈનો મેસેજ આવ્યો હોય કે કોઈએ કોલ કર્યો હોય, મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ કે અન્ય કોઈ બાબત મળી આવે તો તપાસનીશ પોલીસને સ્યુસાઈડ સંદર્ભે કોઈ કડી મળી શકે. ક્યા કારણોસર પગલું ભર્યું તે દિશામાં પોલીસ આગળ વધી શકે. હાલના તબક્કે તો પોલીસને મૃતકનો મોબાઈલ ફોન હાથ લાગ્યો નથી. પરિવાર શોકાતૂર હોવાથી પૂછતાછ મોબાઈલ મળે ત્યારબાદ તેમાંથી કોઈ કારણ મળી શકે તેવી આશા છે.

આ પણ વાંચો :અમદાવાદમાં જ રમાશે કોમનવેલ્થ ગેઈમ્સ: 15 વર્ષ બાદ ફરી ભારતને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની મળી,2030માં યોજાશે ખેલોનો મહાકુંભ

ચેતેશ્વર ગૌહાટી મેચમાં હતો, રાજકોટ દોડી આવ્યો

ગૌહાટીમાં ભારત તથા સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ચેતેશ્વર કોમેન્ટેટર તરીકેસેવા આપવા માટે ગયો હતો અને તે ગૌહાટી હતો. સમાચાર મળતાની સાથે ચેતેશ્વર તાબડતોબ રાજકોટ આવવા નીકળી ગયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં 6 BHKનું 136 ફ્લેટવાળું 38 માળનું પ્રથમ બિલ્ડિંગ બનશે : સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 476 ફૂટ ઉંચાઈના બિલ્ડિંગને મળી મંજૂરી

Next

અમદાવાદમાં જ રમાશે કોમનવેલ્થ ગેઈમ્સ: 15 વર્ષ બાદ ફરી ભારતને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની મળી,2030માં યોજાશે ખેલોનો મહાકુંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલી-રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે જોવી પડશે રાહ! છ મહિના પછી વન-ડે મેચ રમવા ઉતરશે, એ પહેલાં IPL રમશે
4 કલાક પહેલા
ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
4 કલાક પહેલા
રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
4 કલાક પહેલા
એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
4 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજે 24 કેરેટ સોનાનો શું છે લેટેસ્ટ ભાવ ??
ગુજરાત
2 વર્ષ પહેલા
અમદાવાદન:નારોલની દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરથી બે કર્મચારીના મોત : કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતી વેળાએ બની ઘટના : 7 સારવાર હેઠળ
Breaking
1 વર્ષ પહેલા
હાથ પગમાં બેડીઓ બાંધી વિમાનમાં બેસાડ્યા હતા: અમેરિકાથી પરત ધકેલાયા ભારતીયોએ વેદના ઠાલવી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
હવે તમારે જાતે નાહવાની જરૂર નહી પડે…આ હ્યુમન વોશિંગ મશીન તમને નવડાવી પણ દેશે, જુઓ તસવીરો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર