મુન્દ્રા પોર્ટ પર ચેકીંગ-નિરીક્ષણની પ્રક્રિયા નિકાસકારો માટે માથાનાં દુઃખાવા સમાન: ચેમ્બર ઓફ કોમર્સની કડક રજુઆત
મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરોના ચેકિંગ અને નિરીક્ષણ દરમિયાન નિકાસકારોને મુશ્કેલી ભોગવી પડે છે તે બાબતે તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદ ચીફ કમિશનર ઓફ કસ્ટમની અધ્યક્ષતામાં મળેલી વોચ ડોગ કમિટિની મિટિંગમાં આ પ્રશ્ન ઉઠાવીને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે માંગણી ઉઠાવવામાં આવી છે.
આ મુદ્દાઓ પર તેમના વાઈસ પ્રેસિડન્ટ પાર્થ ગણાત્રાએ નિકાસકારોને સામે આવી રહેલી મુશ્કેલીઓ જણાવી હતી જેમાં એક્સપોર્ટરો દ્વારા અનેક દેશમાં નિકાસ કરવામાં આવે છે છેલ્લા થોડા સમયથી નિકાસ પણ વધી હોવાથી વર્તમાન સમસ્યામાં ચેકિંગ અને નિરીક્ષણ માટે પસંદ કરાયેલ કન્ટેનર્સ ને ટર્મિનલથી સીએફએસમાં ખસેડવામાં આવે અને સીએફએસમાંથી ટર્મિનલ પર પરત ફેરવવામાં આવે જેના કારણે ડિસ્પેચમાં વધુ પડતો વિલંબ થાય છે. જેના કારણે વધારે પડતો સમય અને વધુ નાણાં ખર્ચા જાય છે અને સાથે સાથે નિકાસકારોની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે છે.
આ પણ વાંચો : રાજકોટમાં સ્પાની આડમાં વધુ એક કુટણખાનું પકડાયું : વૃદ્ધ પણ રંગરેલિયા મનાવવા આવ્યા’તા! સ્પા સંચાલક સહિત બે ફરાર
નિકાસકારોને બુકિંગ- સુધારા ચાર્જ, ડાઉન ચાર્જ ,આગામી નવી શિપના ભાડામાં વધારો, સ્ટોરેજ ચાર્જ,ડોક્યુમેન્ટ એમઆઈસીટી સીએફએસ ચાર્જ(MICT CFS), થર્ડ પાર્ટી ફાઈન્ડની મોટી રકમ ચૂકવવી પડે છે, એક શિપિંગ બિલમાં બે અથવા વધારે કન્ટેનર હોય છે નિરીક્ષણ માટે એક કન્ટેનર પસંદ કરવાના કિસ્સામાં નિકાસકારોને નિરીક્ષણ માટે પસંદ કરાયેલ કન્ટેનર સાથે ચોક્કસ શિપિંગ બિલમાં સમાવિષ્ટ બાકીના બધા કન્ટેનરો પાછા મોકલવા પડે છે. આ સૌથી વધારે માથાના દુઃખાવા સમાન પ્રક્રિયા છે.
આ પણ વાંચો : અનિરુદ્ધસિંહ જાડેજાને આ તારીખ સુધીમાં કરવું પડશે સરેન્ડર : સુપ્રીમ કોર્ટથી રાહત નહી, હાઇકોર્ટનો ઓર્ડર યથાવત્ રાખ્યો
કારણકે નિકાસકારોને નિરીક્ષણ માટે પસંદ કરાયેલ ન હોય તેવા સામાન શિપિંગ બિલમાં દર્શાવવામાં આવેલ અન્ય તમામ કન્ટેનરોનો સ્થળાંતરનો ખર્ચ ભોગવવો પડે છે. આથી જો માત્ર ટર્મિનલ ઉપર જ નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ચકાસણી માટે પસંદ કરાયેલા કન્ટેનર એ જ શિપમાં મોકલવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ છે.સાથોસાથ ટર્મિનલ હેન્ડલિંગ ચાર્જ માં રાહત આપવા નિકાસકારો એ રજૂઆત કરી છે આ બાબતે અમદાવાદ ચીફ કમિશનર ઓફ કસ્ટમ દ્વારા વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી ખાતરી આપી છે.
