- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ
- રાણાવાવના 4 વર્ષમાં વાયરસના લક્ષણો જણાતા દાખલ કરાયો : કુલ ચાર બાળકો સારવાર હેઠળ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસએ કહેર મચાવ્યો છે ત્યારે એક પછી એક શંકાસ્પદ કેસ નોંધાઇ રહ્યા છે.હાલ આ વાયરસથી 30 થી વધુ બાળકોના મોત નીપજ્યા છે.જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ 9 કેસ નોંધાયા છે. આ પૈકી 5 દર્દીનાં મોત 10 દિવસ પૂર્વે નીપજ્યા હતા.આ તમામ મૃતકોના બ્લડ સેમ્પલ લઈને પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ એ 7 સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા.જેમાંથી બે ના રિપોર્ટ પોઝિટિવ અને બાકીના નેગેટિવ આવ્યા હતા.ત્યારે વધુ એક શંકાસ્પદ કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે. રાણાવાવના 4 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને અહી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં વધુ એક ચાર વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસની અસર જણાતાં દાખલ કરવામાં આવ્યું છે.બાળક મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનું છે.બાળકને તાવની અસર જણાતાં પ્રાથમિક સારવાર પોરબંદર કરવામાં આવી હતી.જેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયું છે.હાલ બાળક ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં સઘન સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, હાલ સિવિલમાં કુલ ચાર બાળકોને દાખલ રાખવામાં આવ્યા છે. જ્યારે થોડા દીવસ પૂર્વે ગોંડલના 7 માસના બાળકને દાખલ કરતાં તેનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું.