Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટમાં CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયો: ACBએ છટકું ગોઠવી 5000મા મોઢું નાખનાર કેન્દ્રીય કર્મીને પકડી પાડ્યો

Tue, February 10 2026

લાંચ લેતા પકડાયેલા સી-જીએસટી ઈન્સ્પેક્ટર ક્લાસ-ટુ ઓફિસર ધર્મેન્દ્ર યાદવ (ઉ.વ.30) અન્ય રાજ્યના વતની છે. સ્ટાફ સિલેક્શનમાં અઢી વર્ષ પહેલાં 2023માં ડાયરેક્ટ સિલેક્ટ થયો હતો. પ્રથમ પોસ્ટિંગ રાજકોટ ખાતે થયું હતું. હજુ તો નોકરીને બે-અઢી વર્ષ જેવો સમય થયો અને કેન્દ્રીય કર્મચારી હોવાથી પગાર પણ સારો હોવા છતાં નોકરીના સ્ટાર્ટઅપમાં જ લાંચ લેવાનું સ્ટાર્ટ કરી દીધું હોવાની ભારે ચર્ચા સાથે ચકચાર જાગી છે. એસીબીએ આરોપીએ અગાઉ આવી રીતે કોઈ કેસ, તપાસમાં કટકટાવ્યા છે કે નહીં ? સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. આરોપીના ઘરનું સર્ચ સાથે બેન્ક ખાતા સહિતની તપાસ કરાશે.


છ આંકડાનો પગાર હોય કે સાત આંકડામાં પણ કટકટાવવાની ટેવ (કૂટેવ) પડી હોય એ નાની રકમમાં પણ મોં નાખ્યા વિના રહે નહીં. રાજકોટમાં આવા જ એક ખિસ્સાભરૂ (લાંચ લેતા) સી-જીએસટીના ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ (ઉ.વ.30)ને રાજકોટ એન્ટિકરપ્શન બ્યુરોની ટીમે સિફતાઈપૂર્વક જાળ ગોઠવીને રૂપિયા 5000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો છે. રાજકોટ એસીબી દ્વારા કેન્દ્રીય કચેરીઓના ખાઉંધરા કર્મીઓ પણ તાજેતરમાં આ બીજી ટ્રેપ થતાં અત્યાર સુધી બિન્દાસ્ત રહેનારા આવા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

એસીબીની ટ્રેપ અંગે જાણવા મળેલી વિગતો મુજબ રાજકોટના યુવકે પિતરાઈ ભાઈ સાથે મળી કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમા સ્ટાર્ટઅપ અંતર્ગત પોતાની ઈમ્પોર્ટ-એક્સપોર્ટ (આયાત-નિકાસ)ની બીક્ષપોર્ટ નામની ફર્મ શરૂ કરવા લાઈસન્સ મેળવ્યું હતું જેના સ્થળ વેરિફિકેશન સહિતની કાર્યવાહી રાજકોટ સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાની હતી અને તે માટે 20 વર્ષિય યુવકે જરૂરી પ્રોસિઝર કરી હતી.

વેરિફિકેશન માટેની કામગીરી સી-જીએસટી રાજકોટ કચેરીના ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ (ઉ.વ.30) હાથમાં હતી. ખાઉંધરા ઈન્સ્પેક્ટરે પ્રથમ દસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી ત્યારબાદ 5000 રૂપિયા આપો તો ફાઈનલ રિપોર્ટ આપી દેશે કહી 5000ની રકમમાં મોં માર્યું હતું. હજુ નવી જ પેઢી શરૂ કરનારા યુવકને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થતાં અને યુવક લાંચ લેવા આપતો ન હોવાથી એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ઈન્સ્પેક્ટર વિરૂધ્ધ પુરાવાઓ સાથે ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો:રાજકોટ મનપાનું 2026-27નું 3604.90 કરોડનું બજેટ મંજુર:રૂ. 95 કરોડનો કરબોજ ફગાવાયો, રેસકોર્સની થશે કાયાપલટ,3 પીંક બસ શરૂ કરાશે

એસીબીના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે.ડી. મેવાડાની રાહબરી હેઠળ પીઆઈ આર.આર. સોલંકી તથા ટીમે ટ્રેપગોઠવી હતી. ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ નાણાં મળતા હોય તો આપવામાં ક્યા વાંધો, 5000 રૂપિયા સ્વીકારવા માટે ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવ રેસકોર્સનાગ્રાઉન્ડમાં આવ્યો હતો અને બિન્દાસ્તપણે 5000 રૂપિયાની લાંચની રકમ લેતા જ અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમે દબોચી લીધો હતો.

20 વર્ષિય વિદ્યાર્થીએ સ્ટાર્ટઅપમાં સ્ટાર્ટ લીધાની સાથે જ કડવો અનુભવ રાજકોટના વતની અને હાલ પૂણેમાં અભ્યાસ કરતાં 20 વર્ષિય વિદ્યાર્થીએ કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં પ્રેરણા લઈને પોતાની પેઢી વ્યવસાય ફૈબાના પુત્ર સાથે મળીને ચાલુ કર્યો હતો. હજુ તો પેઢી ખુલી નથી, વ્યવસાય સ્ટાર્ટ પણ થયો નથી ત્યાં જ `વહીવટ’ (લાંચ) દેવાનું આવ્યું. યુવકે પોતે પોતાના જ નાણાંએ ઘરેથી કાંઈ નથી લીધું. આટલી રકમ પણ નથી જેથી લાંચ આપવા ઈનકાર કર્યો હતો. જો કે આરોપી ઈન્સ્પેક્ટરે કોઈપણ પાસેથી લઈને આપી દે કહીં લાંચ મળે પછી જ રિપોર્ટ મળશે જેવી જીદથી અકળાયેલા છાત્રએ એસીબીના દ્વાર ખટખટાવ્યા હતા. બીબીએનો અભ્યાસ કરતા છાત્ર બિઝનેસ એક્ષ્પો પણ યોજે છે. દુબઈમાં બે એક્ષ્પો કર્યા બાદ પૂણેમાં આયોજન કર્યું. યુવકે એસીબી સમક્ષ લાંચ માંગનાર સાથેના ઓડિયો ક્લિપ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા અને એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.

Share Article

Other Articles

Previous

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન 12મીએ જાહેર થશે

Next

BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની જાહેરાત: RO-KOનું ડિમોશન, ગિલ, બૂમરાહ, હરમનપ્રીત, સ્મૃતિ સહિત આ ખેલાડીઓનો A ગ્રેડમાં સમાવેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
16 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

તૂટી ગયેલા રસ્તા ઉપર ધારાસભ્યો બે-બે કરોડના થીગડાં મારી શકશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા સામસામા ફાયરિંગનો મામલો : હથિયારનું મોટું નેટવર્ક ખુલવાની શક્યતા
ક્રાઇમ
5 મહિના પહેલા
AI ના અતિ ઉપયોગનું આઘાતજનક પરિણામ : Chat GPTએ 16 વર્ષના કિશોરને આપઘાત કરવાની પદ્ધતિ સમજાવી
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
આજે ભારતની બાંગ્લાદેશ-પાકિસ્તાન સામે ટક્કર !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર