Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતનેશનલરાજકોટ

રાજકોટ અમદાવાદ હાઈ-વે ઉપર ઢોરનો અડ્ડો: જવાબદારીની ફેંકાફેંકી !!

Tue, August 20 2024
  • `વોઈસ ઓફ ડે’ના અહેવાલને શહેરીજનોએ બિરદાવ્યો, જવાબદારો કુંભકર્ણની નિદ્રામાં
    હાઈ-વે ઓથોરિટી, સરપંચ, મહાપાલિકાના વેટરનરી ઓફિસર સહિતનાએ આપ્યા ગોળ ગોળ જવાબ
    રોજ થઈ રહેલા અકસ્માતથી લોકો ઘાયલ થાય-મૃત્યુ પામે છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલે…ગજબ કહેવાય !
  • ગુજરાત હાઈકોર્ટે શહેરોને ઢોરમુક્ત કરવાનો આદેશ આપ્યા બાદ તંત્ર દોડતું થયું તેવું જ ટૂંક સમયમાં બને તો નવાઈ નહીં…

રાજકોટથી અમદાવાદ જનારા દરેક વાહનને રસ્તામાં ક્યાંકને ક્યાંક ઢોર નડ્યું ન હોય અથવા તો વાહન સાથે અથડાયું ન હોય તેવું ન બન્યું હોય તો જ તેઓ ભાગ્યશાળી ગણાશે ! વળી, હાઈ-વે ઉપર એક-બે નહીં બલ્કે ઢોરનો ઢગલો હોવાને કારણે હવે તો લોકો હાઈ-વેને `ઢોરની ગમાણ’ જ કહેવા લાગ્યા છે. આ અંગે `વોઈસ ઓફ ડે’ દ્વારા તંત્રનો કાન આમળવામાં આવ્યો હતો પરંતુ જવાબદાર અધિકારીઓ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવી રીતે આ સમસ્યા દૂર કરવાની જગ્યાએ જવાબદારીની ફેંકાફેંકી કરવા લાગ્યા હતા. `વોઈસ ઓફ ડે’ દ્વારા આ અંગે હાઈ-વે ઓથોરિટી, સરપંચ, મહાપાલિકાના વેટરનરી ઓફિસર સહિતનાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે તેમના તરફથી શું જવાબ મળ્યા તે અત્રે પ્રસ્તુત છે..

 

અમે રસ્તા ખાલી ન કરાવી શકીયે, લાગુ તંત્રનું ધ્યાન દોરી શકીયે

હાઈ-વે ઓથોરિટીના અધિકારી રાકેશ શર્માનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ જવાબદારી હાઈ-વે ઓથોરિટીની નથી. અમારું કામ માત્ર રસ્તા ખાલી કરાવવાનું જ છે. જો રસ્તા પર ઢોર બેઠેલું દેખાય તો તેને દૂર કરવા માટે અમે લાગુ તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. ઢોરમુક્ત કરવાનું સંપૂર્ણ કાર્ય માત્રને માત્ર સ્થાનિક તંત્રનું જ છે. અમારા સુપરવાયઝર ઢોર જુએ તો તે અંગેની જાણ કરી શકે એ સિવાય અમે બીજું કશું ન કરી શકીયે…!

મનપાની હદ નવાગામ સુધીની છે, ત્યાં સુધી બધું જ ક્લિયર છે
મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ભાવેશ જાકાસણિયાએ જણાવ્યું કે મહાપાલિકાની હદ નવાગામ સુધીની છે અને ત્યાં સુધીના રસ્તા પર અમે એક પણ ઢોરને બેસવા દેતાં નથી. જેવું ઢોરપકડ પાર્ટીના ધ્યાન પર રસ્તે બેઠેલું ઢોર આવે એટલે તેને જપ્ત કરી લેવામાં આવે છે. નવાગામ બાદનો વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હોય ઢોરને રસ્તા પરથી હટાવવાની જવાબદારી તેમના હાથમાં છે નહીં કે મહાપાલિકાના હાથમાં…!

અમારા પાસે ઢોર પકડવાની કોઈ જ વ્યવસ્થા નથી, શું કરીએ ?
કૂવાડવા ગામના સરપંચ સરપંચ પીપળીયાએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું કે અમારા પાસે ઢોર પકડવાની કોઈ જ વ્યવસ્થા નથી. અમે રસ્તા પર બેઠેલા ઢોરને તગેડી મુકીયે છીએ પરંતુ થોડી જ વારમાં તે ફરી રસ્તા ઉપર આવી જાય છે. આ પાછળ લોકો દ્વારા રસ્તા ઉપર ઘાસ નાખવામાં આવતું હોવાનું કારણ મુખ્યત્વે જવાબદાર છે. એકલું કૂવાડવા જ નહીં બલ્કે અન્ય ગામોની પંચાયતની પણ આ જ સ્થિતિ એટલા માટે જિલ્લા પંચાયતે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ…!

હાઈ-વે ઢોરમુક્ત કરવા કાર્યવાહીનો આદેશ આપતાં ડીડીઓ
રાજકોટના ડીડીઓ નવ્નાથ ગવ્હાણેએ જણાવ્યું કે આ મુદ્દે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો રસ્તે રખડતાં ઢોર બિનવારસું હશે તો તેને સરકાર સંચાલિત ગૌશાળામાં મોકલી અપાશે. જો ઢોર કોઈની માલિકીનું હોય તો ગ્રામ પંચાયત દ્વારા તેને સજા પણ કરી શકે તેવી જોગવાઈ છે. હવે ટૂંક સમયમાં જ હાઈ-વે પરથી ઢોર દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

રસ્તા ઢોરમુક્ત કરો: હાઈ-વે ઓથોરિટીને પત્ર લખતું એરપોર્ટ
`વોઈસ ઓફ ડે’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાઈ-વે ઓથારિટીને આ સમસ્યા અંગે કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે ઓથોરિટી આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું…










 

Tags:

dhorgujaratgujarat newsrajkotrajkot highway

Share Article

Other Articles

Previous

પત્ની સાથેના ઝગડાએ ન્યુરોસર્જનનો ભોગ લીધો

Next

રાજકોટ : બે વર્ષમાં રોડ-રસ્તા પાછળ અધધ ૩૦૦ કરોડનું આંધણ !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
23 મિનિટutes પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
48 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
51 મિનિટutes પહેલા
મધ્યપ્રદેશના ઇન્દોરમાં 40 કલાક લાંબો જામ લાગ્યો, 3 લોકોના હાર્ટ એટેકથી મોત
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

ગીફ્ટ સિટીના દારુએ સરકારને ૯૪ લાખ કમાવી દીધા
ગુજરાત
3 મહિના પહેલા
રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓને મળશે બોનસ
ગુજરાત
8 મહિના પહેલા
દેશમાં સૌથી વધુ ભ્રષ્ટ સરકાર તેલંગણામાં છે : રાહુલ ગાંધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેટલું રોકાણ આવ્યું ? વાંચો
નેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર