મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. તેઓએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના તાબડતોબ આદેશો કર્યા છે. જેના ભાગરૂપે અધિક્ષક ઇજનેરો પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે. તેવું જાણવા મળી રહ્યું છે.
પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન
બનાસકાંઠાના પાલનપુરમાં થયેલ બ્રિજ દુર્ઘટના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે આ બહુ દુઃખદ ઘટના બની છે. વધુમાં કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. તેવો દાવો કર્યો હતો સાથે જ જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે તેમ પણ કહ્યું હતું તથા કામગીરી નબળી હોય તેવુ દેખાયુ છે તેમ પણ સ્વીકાર્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોષીના ચાબખા
બીજી તરફ આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોષીનું નિવેદન સામે આવ્યું હતુ. કોંગી પ્રવક્તાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે દરેક બ્રિજ કોન્ટ્રાકટરો સાથે ભાજપની મીલીભગત છે. સરકાર કેમ આવા કોન્ટ્રાક્ટરોને કેમ બચાવવા માગે છે તે એક મોટો પ્રશ્ન છે. તેવો અણિયારો સવાલ પણ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપના ભ્રષ્ટાચારના સ્લેબ ખુલ્લા પડ્યા છે. એટલું જ નહીં બ્રિજ કોન્ટ્રાકટરો સાથે ભાજપની મીલીભગત હોય અને આ ભ્રષ્ટાચારના પાપે અનેક બ્રિજો હાલત ખરાબ છે છતાં સરકાર સુધરતી ન હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે મળતીયાને કોન્ટ્રાક્ટર મળે છે તેથી જાહેર સુવિધાની ગુણવતા નબળી રહે છે. તેમણે કહ્યું કે સરકાર નિર્માણાધીન બ્રિજ તુટવા પર કેમ કોઈ પગલા લેતી નથી. સરકાર કેમ આવા કોન્ટ્રાટરોને બચાવવા માગે છે. તેમ પણ અંતમાં કહ્યું હતું.
શું હતો સમગ્ર કિસ્સો
બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયો છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડતા અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, તો સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.