Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અબુ ધાબી ખાતે યોજાયો વિશ્વનો સૌથી મોટો `મીડિયા મેળાવડો’ : મીડિયા સામેના પડકારો અને ભવિષ્ય અગે સઘન મનોમંથન

Tue, November 21 2023

યુએઈમા અમે એ શીખ્યા છીએ કે ટીમ વર્ક, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, પરસ્પર આદર અને માનવીય મૂલ્યો જેવા આદર્શોનું પાલન જ્ઞાનની વહેંચણી અને ટેકનોલોજીકલ વિકાસના યોગ્ય ઉપયોગનું વાતાવરણ સર્જે છે અને આ આદર્શોને પ્રોત્સાહન આપવામા મીડિયા મહત્વની ભૂમિકા બજવી શકે છે. મીડિયા પ્રોફેશનલ્સે પણ નૈતિક વર્તન અને સત્યની શોધ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. તેમણે પ્રામાણિકતા, શાતિ અને અહિસા જેવા મહત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવુ જોઈએ.”

– શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન
(મંત્રી ટોલેરન્સ એન્ડ કોએક્ઝિસ્ટન્સ ડિપાર્ટમેન્ટ)

અબુ ધાબીના ભવ્ય નેશનલ એકઝીબિશન સેન્ટર ખાતે યોજાઇ ગયેલ ઇન્ટરનેશનલ મીડિયા કોંગ્રેસમાં મીડિયાના વર્તમાન અને પડકારો, ઊભરી રહેલી ટેકનોલોજી,ડિજિટલ અને સોશિયલ મીડિયા,મીડિયા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ, ફેક ન્યુઝ, પત્રકારત્વમાં આવેલ પરિવર્તન,સમાજ ઘડતરમાં મીડિયાની ભૂમિકા,પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકાર સદર્ભે જાગૃતિ આણવા મા મીડિયા નુ મહત્વ વગેરે અગે વિશ્વભરના ટોચના પત્રકારો, ટેક નિષ્ણાંતો, મીડિયા ક્ષેત્રના મહારથીઓ, શિક્ષણવિદો, સમાજશાસ્ત્રીઓ તેમજ પર્યાવરણવિદોએ અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. `શેપિગ ધ ફ્યુચર ઓફ ધ મીડિયા ઇન્ડસ્ટ્રી’ની થીમ પર યોજાયેલી ત્રણ દિવસની વિશ્વની સૌથી મોટી મીડિયા મીટ નુ યુએઈ ના ટોલેરન્સ એન્ડ કોએકઝિસ્ટન્સ ખાતેના મત્રી શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને દબદબાભર્યા સમારોહમાં ઉદઘાટન કર્યું હતુ. તેમણે મીડિયા સામેના પડકારોનો ઉલ્લેખ કરીને આ વૈશ્વિક સમિટ સાથે મળીને એ પડકારોનો સામનો કરવામા નિમિત્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ મુદ્દાઓ ચર્ચાયા

સસ્ટેઇનેબિલિટી, ઇનોવેશન એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ઈન મીડિયા, યુથ એજ્યુકેશન એન્ડ ફ્યુચર ઓફ ધ મીડિયા, બ્રોડકાસ્ટિગ, ક્નટેન્ટ પ્રોડક્શન, ટેકનોલોજી, ઇક્વિપમેન્ટ એન્ડ હાર્ડવેર તથા સોશિયલ મીડિયા.
ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ અપ્સ પ્લેટફોર્મમાં ૨૪ કંપનીઓએ ભાગ લીધો
ટે્રનિગ એન્ડ એજ્યુકેશન પ્લેટફોર્મમાં ૩૦ ટે્રનિગ વર્કશોપ યોજાયા જેમા ગ્લોબલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટના ૨૫ તજજ્ઞોએ જ્ઞાન આપ્યુ.
ફ્યુચર મીડિયા લેબ્સ પ્લેટફોર્મ ના છ સેશનમા ટોચની કપનીના સીઈઓ, પોલીસે મેકર્સ તથા ઉદ્યોગ સાહસિકોએ ગ્રુપ ડિસ્કશન કર્યું
ઈનફ્લુએન્સર ઇન્નોવેશન પ્લેટફોર્મ મા ક્રિએટિવ ક્નટેન્ટ અગેના ૨૧ ડાયલોગ સેશનમા ૧૯ વક્તાઓએ
માર્ગદર્શન આપ્યુ.
ન્યુ મીડિયા પ્લેટફોર્મ પર ૩૨ નિષ્ણાંતો અને વક્તાઓએ વીડીયા સામેના પડકારો અને ભાવિ તકો વિશે ગ્રુપ ડિસ્કશન કર્યું.

વોઇસ ઓફ ડે ઇન્ટરનેશનલ મીડિયા કોંગ્રેસમાં સમગ્ર ભારતનું એક માત્ર પ્રાદેશિક અખબાર

અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલ વિશ્વની સૌથી મોટી ઇન્ટરનેશનલ મીડિયા કોંગ્રેસ સમિટમાં ભાગ લેનાર વોઇસ ઓફ ડે' ભારતનુ એક માત્ર પ્રાદેશિક ભાષામા પ્રસિધ્ધ થતુ અખબાર હતું.આ પ્રતિષ્ઠાભરી ઇવેન્ટમા વિશ્વભરના અગ્રીમ અખબારો ડિસ્પ્લે કરવામા આવ્યા હતા જેમા વોઇસ ઓફ ડે ને સ્થાન પ્રાપ્ત થયુ હતું. ૨૮ કાઉન્ટર અને સ્ટોલ ઉપર રાજકોટનુવોઇસ ઓફ ડે’ ચમક્યું હતુ. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન વિવિધ દેશોના ૬૩ પત્રકારો અને પ્રતિનિધિઓએ વોઇસ ઓફ ડે'ના સમાચાર ક્નટેન્ટ અગે ઝીણવટભરી પૃચ્છા કરી હતી.બધા જ મુલાકાતીઓએ ન્યુઝ પ્રિન્ટ ક્વોલિટી,પ્રિન્ટિગ કલેરીટી તેમજ ફોટોગ્રાફ્સ અને લે આઉટની મુક્ત કંઠે પ્રસંશા કરી હતી.

૨૩ મુલાકાતીઓએ વિવિધ અકના તેમની પસંદગીના પેજ સ્કેન કર્યા હતા. મોટા ભાગના અખબારોએ ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીમાં પ્રાદેશિક ભાષાના અખબારોની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકો સાથે દિવાળી ઉજવી એ પ્રસંગનો પહેલા પાને પ્રસિદ્ધ થયેલો અહેવાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.મુલાકાતીઓએ જ્યારે જાણ્યું કે વડાપ્રધાન મોદી છેલ્લા ૨૫ વર્ષથી આ તહેવાર સૈનિકો સાથે ઉજવે છે ત્યારે તેઓ અહોભાવથી છલકાઈ ગયા હતા.અનેક પત્રકારે મોદી 'True Leader' ગણાવ્યા. મોટાભાગના વિદેશી મહાનુભાવોએ મોદીને વિશ્વ નેતા માન્યા અને વૈશ્વિક સ્તરે ભારતના વધેલા કદ અને મહત્વને માન્યું. ડિસ્પ્લેમાં ઇઝરાયલ હમાસ વોર ના સમાચાર વાળા અહેવાલ સાથેના અક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.અનેક પત્રકારોએ તેના ક્નટેન્ટ ને ઇંગ્લિશમાં સમજાવવાની વિનતી કરી હતી. મુલાકાતીઓએ અહેવાલોને ખૂબ સંતુલિત અને ‘Most Detailed’ ગણાવ્યા હતા.


આ સમિટમાં ફેક ન્યુઝના અમર્યાદ દૂષણ,તેની ઘાતક અસરો, ફેક ન્યુઝ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગ, ડીપફેક વિડ્યો સહિતના વિષયો પર વિશ્વભરના પત્રકારોએ ઘેરી ચિતા વ્યક્ત કરી હતી. એક સર્વસામાન્ય સુર એ હતો કે સોશિયલ મીડિયા ફેક ન્યુઝ ફેલાવવાનુ ખતરનાક માધ્યમ બની ગયુ છે.સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર જોવા મળતા ફેક વિડિયોને, તસ્વીરોને અને વિગતોને સાચા માની લે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગને કારણે માત્ર દ્રશ્યો અને પાત્રો જ નહીં પણ અવાજ પણ બદલી શકાય છે.આ સંજોગોમાં એ સાચુ છે કે ખોટુ તે નક્કી કરવાનુ મુશ્કેલ બની જાય છે. બધા વક્તાઓ એ વાત સાથે સહમત હતા કે ફેક ન્યુઝના આ દૂષણનો સામનો કરવાની જવાબદારી મેઈન સ્ટ્રીમ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ ફરજ સમજીને નિભાવવી પડશે. નહિતર સમાજને કલ્પનામાં ન આવે તેવુ નુકસાન થશે.

ફેક ન્યૂઝ અને તેના વ્યાપ અગે વૈશ્વિક સર્વે રજૂ થયો

– વિશ્વના ૮૩ ટકા લોકો માને છે કે ફેક ન્યુઝ વર્તમાન સમયમા વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર છે.
– ૮૬ ટકા લોકોએ ફેક ન્યુઝ ને કારણે માસ મેનીપ્યુલેશન થતુ હોવાનો સ્વીકાર કર્યો હતો.
– ૭૯ ટકા લોકના મત મુજબ ફેક ન્યુઝ ને કારણે વિવિધ રાષ્ટ્રોની ચૂંટણીઓમાં લોકમત પ્રભાવિત થાય છે અને તે લોકશાહી રાષ્ટ્રો માટે અને લોકશાહી માટે જોખમરૂપ છે.
– ૮૯ ટકા લોકોએ સ્વીકાર્યું કે સુનિયોજિત ફેક ન્યુઝ ઝુંબેશને કારણે વિવિધ ધર્મ, પ્રાંતો,સમુદાયો વચ્ચે એક મેક પ્રત્યે નફરત અને વૈમનસ્ય ફેલાય છે. વૈશ્વિક શાતિ અને એકતા માટે આ પરિબળ પડકારરૂપ હોવાનુ તારણ નીકળ્યું. ફેક ન્યુઝને કારણે વંશીય ભેદભાવ અને ભ્રામક રાષ્ટ્રવાદ ને ઉતેજન મળતુ હોવાનો સર્વે મા મત વ્યક્ત કરવામા આવ્યો.
– વિદેશો સાથેના સંબંધોને અસર: જે તે રાષ્ટ્રમાં કથિત વંશીય,ધાર્મિક સમુદાયો અને લઘુમતીઓ પર થતા કહેવાતા અત્યાચારોના ફેક વિડિયો અને તસવીરો ને કારણે અન્ય દેશો સાથેના સંબંધમાં કડવાશ આવી શકે છે એવો મત ૫૮ ટકા લોકોએ વ્યક્ત કર્યો.
– મેડિકલ ક્ષેત્રે ફેક ન્યુઝ, અફવાઓ,અપપ્રચાર,બિનવૈજ્ઞાનિક ઉપચાર પદ્ધતિઓના પ્રચાર પ્રસાર ને કારણે લોકોનુ આરોગ્ય જોખમાતું હોવાનુ વૈશ્વિક સર્વેમાં ભાગ લેનાર ૭૯ ટકા લોકોએ સ્વીકાર્યું. કોરોના મહામારી સમયે હજારો લોકોના મૃત્યુ માટે ફેક ન્યુઝ અને અપપ્રચાર કારણભૂત હોવાનુ સર્વેનું તારણ.

ફેક ન્યૂઝ અગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થયું

જર્મનીની ખ્યાતનામ ચેનલ દ્વારા આ સમિટ દરમિયાન વિશાળ પડદાં ઉપર ફેક ન્યુઝનાં અનેક દૃષ્ટાંતો રજૂ કરવામા આવ્યા હતા.વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર રશિયા – યુક્રેન યુદ્ધ,જર્મનીમાં એન્ટી રેફયુજી ફિલિગ,યુક્રેન દ્વારા કહેવાતા શસ્ત્રોના ઉપયોગ,જાનહાની,કથિત રાજકીય પ્રવાહો, યુદ્ધ દરમિયાન દુષ્કર્મ સહિતના અત્યાચારો, ટ્રમ્પની કથિત ધરપકડ,ફિનલેન્ડ દ્વારા યુક્રેનને શસ્ત્ર સહાય વગેરે વિષયો પર બનેલી ફેક વિડિયો અને જે તે ઘટનાની સાચી વિડિયો નુ પ્રેઝન્ટેશન કરવામા આવ્યુ હતું.એ નિર્દશન થકી ફેક વીડિયોની ઓળખ મેળવવાની પદ્ધતિ સરળ રીતે સમજાવવામાં આવી હતી.ફેક ફોટોગ્રાફ અને વીડિયો ની ચકાસણી માટે ની રિવર્સ ટેકનોલોજી, ફેકટ ફાઇન્ડિગ ટુલ્સ, ફેકટ ચેક એજ્યુંકેશનલ ઓન લાઇન કોર્સ, ફેકટ ચેકર્સ પ્લેટફોર્મસ વગેરે અગે તેમા વિસ્તૃત સમજણ આપવામા આવી હતી.એ સેમિનારમા થયેલા ગ્રુપ ડીસ્ક્સનમાં બધાએ એ વાત નો સ્વીકાર કર્યો હતો કે સાચા ન્યુઝ કરતા ફેક ન્યુઝ ખૂબ જ વધારે ઝડપથી જંગલના દવની માફક ફેલાઈ જાય છે અને સત્ય ઉપર અસત્ય હાવી થઈ જાય છે.અનેક દેશોના એન્ટી ફેક ન્યુઝ કાયદાઓ અને તેની અસરકારકતા વિષે થયેલી ચર્ચામા વધારે કડક કાયદા બનાવવાનો અને તેનો અમલ કરવાનો સુર વ્યક્ત થયો.ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના દુરુપયોગ ને રોકવા માટે કાઉન્ટર ટેકનિક ના વિકાસની જરૂરિયાત બધાએ સ્વીકારી.

`વોઇસ ઓફ ડે’ના સૂચનને મળ્યું વ્યાપક સમર્થન

ગ્રુપ ડીસ્ક્સનમાં `વોઇસ ઓફ ડે’ના પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય, આતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે વ્યાપ્ત ફેક ન્યુઝ દૂષણના ઉદાહરણો રજુ કર્યા હતા. વોઇસ ઓફ ડે એ આ દુષણ અટકાવવામાં ટેકનોલોજીના ઉપયોગની સરાહના કરી હતી પણ સાથે જ એ તથ્ય તરફ ધ્યાન દોર્યું હતુ કે એ ટેકનોલજીના ઉપયોગ માટેનુ જ્ઞાન અને ટુલ્સ સામાન્ય માણસને નથી હોતું. ૯૦ ટકા લોકો સત્ય ચકાસવાની તસ્દી પણ નથી લેતા. આ સંજોગોમાં માત્ર ટેકનોલોજી ઉપર આધારિત રહેવાને બદલે હ્યુમન એફોર્ટ જરૂરી હોવાનો વોઇસ ઓફ ડે એ મત વ્યક્ત કર્યો હતો. વોઇસ ઓફ ડે એ વિશ્વ સ્તરે કાર્યરત ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ સંગઠન, જર્નાલિસ્ટ વિધાઉટ બોર્ડર્સ સગઠન અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટના ગ્લોબલ પ્લેટફોર્મની માફક જ વિશ્વભરના છેક જિલ્લા સ્તરના પ્રમાણિક અને અભ્યાસુ, નિષ્ઠાવાન પત્રકારોનું ગ્લોબલ ફેકટ ચેક પ્લેટફોર્મ બનાવવામા આવે તો એ દૂષણ સામેનું એ સશક્ત માધ્યમ બની શકે એવુ સૂચન કર્યું હતું.આ સૂચનને બધાએ વધાવી લીધુ હતુ અને એવા સંગઠનની રચના માટે આંતર માળખાકીય સુવિધા તેમ જ કેન્દ્રસ્થ વહીવટી માળખું ઊભું કરવાની સંભાવનાઓ અગે વૈચારિક આદાન પ્રદાન થયુ હતું.

મીડિયામાં હવે રોબોટની ભૂમિકા

વિશ્વમા અત્યારે રોબોટ એટલે કે યંત્રમાનવની ઉપયોગીતા વધી રહી છે. ઘણા દેશોમાં ઉત્પાદન, એસેમ્બલી, પેકિગ અને પેકેજીંગ, ખાણકામ, પરિવહન, પૃથ્વી અને અવકાશ સંશોધન, સર્જરી, શસ્ત્રો, પ્રયોગશાળા સંશોધન, સલામતી અને ઉપભોક્તા અને ઔદ્યોગિક માલસામાનના મોટા પાયે ઉત્પાદનમાં રોબોટ્સનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. રોબોટ ઝડપથી સારા થતા જઈ રહ્યા છે. સામાન ખસેડવાને બદલે હવે તે હોમ ડિલિવરી માટે સામાન પેક કરવા લાગ્યા છે. એડવાન્સ્ડ સેન્સર અને શીન લર્નિગથી સજ્જ છે. આવા રોબોટ હોસ્પિટલમા સર્જરીમાં મદદ કરી રહ્યા છે. વૃદ્ધોની દેખભાળ કરી રહ્યા છે અને હવે તો મીડિયા જગતમા પણ તેનો ઉપયોગ શરુ થઇ ગયો છે.


અબુધાબી નેશનલ એક્ઝીબીશન સેન્ટરમા યોજાયેલી ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં મીડિયા જગતમા રોબોટના ઉપયોગ અગે લાઈવ ડેમો બતાવાયો હતો…એટલું જ નહી પણ રોબોટ સાથે સવાલ જવાબ પણ થઇ શકતા હતા. ટે્રન્ડ્સ મીડિયા રિસર્ચ દ્વારા વિકસાવવામા આવેલા આ રોબોટને ઇકો' નામ અપાયું હતું. આ ઇકોએ સંવાદાત્મક કૌશલ્યોની પ્રભાવશાળી શ્રેણીનું નિદર્શન કર્યું હતુ. આ રોબોટને ટે્રન્ડ્સ મીડિયા રિસર્ચના અધિકૃત કર્મચારી તરીકે ગણવામાં આવે છે, ઇકોએ સમાચારોનું વિશ્લેષણ કરવાની, જટિલ પ્રશ્નોના જવાબ આપવા અને ઉભરતા મીડિયા લેન્ડસ્કેપ્સમાં રીઅલ-ટાઇમ આંતરદૃષ્ટિ પ્રદાન કરવાની તેની ક્ષમતા દર્શાવી હતી. વિવિધ વિષયો પર નેવિગેટ કરવાની ઇકોની ક્ષમતા જોઈને આ પ્રદર્શનમા આવેલા વિશ્વભરનાં પત્રકારો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ રોબોટની કાર્યક્ષમતા ભવિષ્યના મીડિયા ક્ષેત્રમા અદ્યતન ટેક્નોલોજીની પરાકાષ્ઠાને પ્રતિબિબિત કરતી હતી.વોઈસ ઓફ ડે’ તરફથી પણ આ “ઇકો”ને સવાલ પૂછવામા આવ્યા હતા અને આશ્ચર્યજનક રીતે તેના સાચા જવાબ પણ મળ્યા હતા.

Share Article

Other Articles

Previous

વિદ્યાર્થીઓના આપઘાત અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો

Next

રાજકોટમાં રોગચાળો બેફામ: 21 વર્ષિય યુવાનનું ઝાડા ઉલ્ટીથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Firing at Kapil Sharma’s Cafe : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન
1 કલાક પહેલા
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટલીયા આમને સામને : મોરબીથી ચૂંટણી લડવા આપી ચેલેન્જ, વાંચો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
2 કલાક પહેલા
શું તમારે પણ શ્રાવણ માસમાં કરવા છે સોમનાથ દાદાના દર્શન? GSRTC દ્વારા ખાસ ટુર પેકેજ શરૂ, દર સોમવારે ઉપડશે વોલ્વો બસ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2247 Posts

Related Posts

લો બોલો! રાજકોટમાં જમાદાર સોનાનો ઢાળિયો ‘ઓળવી’ ગયાની 27 વર્ષે ખબર પડી, વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 સપ્તાહ પહેલા
ભંગારમાં ખજાનો !! દિવાળીએ રાજકોટમાં 15 કરોડનું ટર્નઓવર : 800 થી 1000 વેપારીઓને દિવાળી અને વેકેશનમાં ચાંદી-ચાંદી
ગુજરાત
9 મહિના પહેલા
શિયાળામાં માત્ર આપનું શરીર જ નહીં કારને પણ સુરક્ષિત રાખવા શું કરવું ? જાણો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ફરી મેઘો મંડાયો : સવારથી હળવા ભારે ઝાપટા, અનેક સ્થળે પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર