C.A.ને જાહેરાત કરવાની મળશે મંજૂરી: 200 બિલિયનનાં ઓડીટિંગ કન્સલ્ટન્સી માર્કેટ પર ભારતીય કંપનીઓનો દબદબો
હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જાહેરાત કરી શકશે અને ભારતીય કંપનીઓને 200 બિલિયનનાં ઓડિટિંગ કન્સલ્ટન્સી માર્કેટ પર પ્રભુત્વ મેળવાની તક મળી શકે એમ છે. આ મુદ્દે CA ના પ્રમુખ ચરણજોત સિંહ નંદાએ જણાવ્યું હતું કે,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હવે જાહેરાત કરી શકશે. નિયમોમાં ફેરફાર પર વિચારણા ચાલી રહી છે. હાલમાં, CA ને જાહેરાત કરવા પર પ્રતિબંધ છે. જેનો મુખ્ય ધ્યેય વૈશ્વિક બજારમાં પ્રવેશવાનો છે.
દેશમાં ઓડિટ કરતી કંપનીઓને ટૂંક સમયમાં જાહેરાતો આપવા માટેની મંજૂરી મળી શકે તેમ છે હાલમાં આ કંપનીઓને જાહેરાતો આપવા પર પ્રતિબંધ છે આથી સરકાર ની એવી અપેક્ષા છે કે ભારતીય કંપનીઓ બજારમાં પગપેસારો કરે ને પોતાનું પ્રભુત્વ બતાવે. આ કારણોસર આ નિયમોમાં છૂટછાટ આપવા માટેનું સરકાર વિચારી રહે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 જાહેરાત માટે મંજૂરી આપતું નથી આથી ક્યારેય સી.એ. કે સી.એ. ફર્મ ટીવી કે વેબસાઈટ પર પોતાની જાહેરાત દર્શાવતું નથી જેવો માત્ર લેખ આપીને પોતાના કામનો પ્રચાર કરી શકે છે આથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત માટે મંજૂરી આપવા સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ પણ વાંચો : એસ.ટી બસમાં મોટા અવાજે મોબાઈલ પર વાત કરનારા ચેતજો! મુસાફરો સામે લેવાશે પગલાં, 16 ડિવિઝનલ મેનેજરને અપાઈ સુચના
આ મુદ્દે ICAIના પ્રમુખ ચરણજોત સિંહ નંદાના જણાવ્યા અનુસાર, બીગ ફોરનાં વર્ચસ્વ વચ્ચે ભારતીય કંપનીઓ વૈશ્વિક માર્કેટમાં પ્રવેશી શકે. ઓડીટીંગ કન્સલ્ટન્સી નું માર્કેટ 200 મિલિયનનું છે.
આ પણ વાંચો : રાજકોટ એઇમ્સની કેન્ટીનમાં શ્વાને ચાટેલી ડીશમાં પીરસાઈ રહ્યું છે ભોજન! કેન્ટીન સંચાલકની ઘોર બેદરકારી આવી સામે
અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક ઓડિટિંગ એન્ડ કન્સલ્ટિંગ માર્કેટમાં બીગ ફોર જેમકે E & Y, Deloitte, KPMG અને PWCનું વર્ષમાં હોવાથી સરકાર એવું ઈચ્છે છે કે ભારતીય કંપનીઓ પણ આ માર્કેટમાં પોતાનો દબદબો જાળવે વિદેશમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રોફેશનલ ની સારી એવી માંગ છે.
જો મંજૂરી મળે તો સી.એ. પ્રોફેશનલ્સને ફાયદો: રાજ મારવાણિયા, ICAI પ્રેસિડન્ટ
રાજકોટ ICAI નાં પ્રેસિડન્ટ રાજ મારવાણિયાએ આ મુદ્દે કહ્યું કે,સી.એ.જાહેરાત કરી એવી રજુઆત અમે સરકારમાં કરી છે.જો અમને મંજૂરી મળશે તો 100% સી.એ.પ્રોફેશનલ્સને ફાયદો થશે.અત્યારે નિયમો એવાં છે કે,અમે વિઝિટિંગ કાર્ડ કે વેબસાઈટ પર નામ અને બેઝિક ઇન્ફોર્મેશન દર્શાવી શકીએ છીએ.ટીવી કે સોશ્યલ મીડિયા પર અમે જાહેરાત આપી શકતાં નથી.અમારી પ્રોફાઈલમાં સી.એ.પોતાનાં કલાઇન્ટ કે ઇન્કમટેક્સ કે જીએસટી ફાઇલિંગ કરી આપીશું કે આ પ્રકારની અમારી વિશેષતા છે એ જણાવી શકતાં નથી.હાલમાં આ અંગે આઈ સી એ આઈ એ દરખાસ્ત મૂકી છે.
