કાર પાર્કિંગનો કજિયો : રાજકોટમાં કોન્ટ્રાકટર પરિવારને પાડોશીએ સાગરીતો સાથે મળી માર માર્યો
રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર નિલકંડનગર 6/2માં રહેતા નીલ રામદેવભાઈ ઓડેદરા (ઉ.વ.29) સાથે પાડોશમાં રહેતા કોટકભાઈ નામના શખસે અન્ય ત્રણ શખસો સાથે ઘસી આવી કાર પાર્ક કરવા, સાઇડમાં લેવા બાબતે ઝગડો કરી મારમારી પત્ની, માતા-પિતાને પણ ધકકો મારીને માથાકુટ કરી પથ્થરો, ઇંટના ઘર પર ઘા ઝીંકયાના આરોપસર યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદીની વિગતો મુજબ ગત રાત્રે નીલના ઘર પાસે કારમાં મોટા અવાજે હોર્ન વાગતું હોવાથી તે બહાર નીકળતા કોટકભાઈ નામના પાડોશી કારમાં સ્ત્રી સાથે બેઠા હતા અને હોર્ન મારતા હતા. કોટકભાઈએ કારનો કાચ ખોલી નીલને તેની કાર સાઇડમાં પાર્ક કરવા, લઈ લેવા કહ્યું હતું. નીલે જગ્યા છે કાર નીકળી જશે. કહેતા કોટકભાઈએ કાલે રાત્રે ત્રણેક વાગ્યે કાર નીકળી ન હતી, અને ધમકી ભર્યા અવાજે કહ્યું કે, ગાડી સાઈડમાં રાખી લેજે નહીં તો ગાડી ઉખડી જશે, કહી ગાડી લઈને જતો રહ્યો.
આ પણ વાંચો :ટ્રમ્પ નીતિ સામે ડ્રેગનનો માસ્ટર સ્ટ્રોક : 1 ઓક્ટોબરથી આપશે સરળ K વિઝા, વૈશ્વિક ટેકનોલોજી રેસમાં USને મ્હાત કરવાની વ્યુહરચના
અર્ધો કલાક બાદ પાછો કાર લઈને મિત્ર સાથે આવ્યો હતો અને ફરી એકધારૂ હોર્ન વગાડવા લાગ્યો હતો. જેથી નીલે ફરી ઘર બહાર નીકળીને હવે તો કાર લઈ લીધી છે તો શા માટે હોર્ન વગાડો છો? બીજા રહેવાસીઓને તકલીફ પડે છે. કોડક તથા તેની સાથે રહેલો ઈસમ ગાળો બોલીને નીલને માર મારવા લાગ્યા હતા જેથી નીલના પિતા, માતા તથા પત્ની ત્રણેય છોડાવવા લાગતા કોડકના અન્ય બે સાગરીતો આવી પહોંચ્યા હતાં.
આ પણ વાંચો :પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પેરાસિટામોલ ખતરનાક? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વમાં ટેન્શન વધ્યું, મહિલાઓને આપી આ સલાહ
નીલના પિતા રામદેવભાઈને મારમારવા લાગ્યા. નીલની પત્નીને વાળ ખેંચી ધક્કો મારી, હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. નીલના બીમાર માતાને ધક્કો મારી પછાડી દીધા હતાં. પિતા-પુત્રને ધમકી આપી કે, બીજીવાર ગાડી સરખી પાર્ક કરજે નહીં તો તમને ઉપાડી લઇશે. વધુ ઝગડો ન થાય માટે બંને ઘરમાં ચાલ્યા જતા ચારેય શખસોએ ડેલામાં છુટ્ટા પથ્થર, ઇંટના ઘા ફટકાર્યા હતાં. પોલીસ પહોંચતા ચારેય નાસી ગયા હતાં. પોલીસે ગુનો નોંધી ચારેય સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
