બોગસ ટેક્સ ક્લેઇમ: રાજકોટ સહિત દેશભરમાં 150 સ્થળોએ ઇન્કમટેક્સનાં દરોડા
રાજકોટ સહિત દેશમાં 150થી વધુ સ્થળો પર ઇન્કમટેક્સએ તવાઈ ઉતારી હતી,આ વખતે આવકવેરાએ કોઈ નામી બિલ્ડરો કે જવેલર્સ કે કંપનીઓ પર નહિ પરંતુ “પગારદારો”ને રડારમાં લીધા છે,જેઓ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાના નામે ટેક્સમાં રાહત મેળવી કરોડો રૂ.ની કરચોરી કરતાં શિક્ષકો,બેન્કર્સ સહિત પગારદાર કર્મચારીઓ,વ્યક્તિગત કરદાતાઓ અને કરચોરીની છટકબારી બતાવનારા સી.એ. તેમજ ટેક્સ પ્રેક્ટિશનરોને ત્યાં એકસામટા દરોડા પડતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

સોમવારે સવારે ઇન્કમટેક્સ વિભાગે રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત અમદાવાદ, મહેસાણા, સુરત,વડોદરા સહિત દેશના અલગ અલગ શહેરોમાં 150 જેટલા લોકોને ત્યાં સર્ચ,સર્વે અને વેરિફિકેશન શરૂ કર્યું હતું,રાજકોટનાં ધોરાજી,ગોંડલ,જેતપુર,ઉપલેટા સહિત ગામ સુધી તપાસ પહોંચી છે.ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનાં જણાવ્યાં મુજબ, ઉચ્ચ પગાર ધરાવતા અનેક લોકોએ માત્ર રજિસ્ટ્રેશન થયેલ હોય એવા રાજકીય પક્ષોને ભંડોળના નામે 80 જી હેઠળ કરકપાત લીધી હતી,આવા કરદાતાઓને આઈ ટી એ જાગૃત પણ કર્યા હતા.એસ.એમ.એસ.અને ઈમેલ દ્વારા પણ તાકીદ કરી હતી.છેલ્લા 4 મહિનામાં આઈ ટી એ ડ્રાઇવ કરી હતી.

જેમાં જે લોકો દાવા સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા તેવા પગારદારોને ત્યાં તવાઈ ઉતારી સોમવાર સવારથી 150 જેટલા કરદાતાઓને ત્યાં દરોડા પાડી ડિજિટલ ડેટા અને અનેક ચોપડા સહિતનાં વ્યવહારો કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે
પ્રથમ વખત આઈ.ટી.એ A.I. નો ઉપયોગ કરી કરચોરોનું લિસ્ટ બનાવ્યું
આવકવેરાનાં ટોચનાં અધિકારીએ જણાવ્યું હતું કે,આ વખતે ઇન્કમટેક્સ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રાજકીય પક્ષોમાં પાર્ટી ફંડ આપીને કરોડો રૂપિયાની ઇન્કમટેક્સ ચોરીનાં કૌભાંડનો પર્દાફાશ કરી 4 મહિનાથી આઈ ટીની ટિમ કવાયત કરી હતી. મોટાપાયે ટેક્સ ચોરીના ચાલતા સુવ્યવસ્થિત કારસ્તાનમાં દેશવ્યાપી સાથે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં દરોડા પડ્યા છે.

બેન્ક કર્મચારીઓ, શિક્ષકો અને સી.એ.ને ત્યાં સર્ચ
આ વખતે સેલેરાઈઝ ટેક્સપેયર્સ આઈ.ટી.ની ઝપટે ચડ્યા છે.ટેક્સ બચાવવા કપાતનો ખેલ કરનારાઓમાં શિક્ષકો,ડોક્ટરો,બેનકર્સ અને કરકપાતની રાહ ચીંધનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતનો સમાવેશ છે, વ્યક્તિગત ટેક્સ ભરવો ન પડે તે માટે આવી રાજકીય પાર્ટીઓને ખોટું ડોનેશન આપી તેની પહોંચ મેળવી રોકડ પરત મેળવી લેતા હતા. ચેક થી પેમેન્ટ કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કેશ લેવાતી,આ ખેલમાં રાજકીય પાર્ટી 3 થી 5 ટકા કમિશન વસુલાત કરતાં હતાં.અગાઉ આ ઓપરેન્ડીથી અજાણ આઈ.ટી.ને વર્ષ 2022-23 માં જાણ થતાં આવકવેરાએ મહેનત કરી દેશવ્યાપી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના કોટેચા, ભૂતખાના, એસ્ટ્રોન, કિસાનપરા સહિતના 8 ચોકમાં મુકાશે ટ્રાફિક સિગ્નલ : મનપાનો નિર્ણય
4 મહિનામાં 40,000 કરદાતાઓએ રિટર્ન અપડેટ કર્યા,1045 કરોડનાં ખોટા દાવા પરત ખેંચ્યા
ટ્રસ્ટ ટેક્સપેયર્સ ફર્સ્ટ” ના માર્ગદર્શક સિદ્ધાંત અનુસાર, વિભાગે સ્વૈચ્છિક પાલન પર ભાર મૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં વિભાગે SMS અને ઇમેઇલ સલાહ સહિત વ્યાપક આઉટરીચ પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં શંકાસ્પદ કરદાતાઓને તેમના રિટર્નમાં સુધારો કરવા અને યોગ્ય કર ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. પરિણામે, છેલ્લા ચાર મહિનામાં આશરે 40,000 કરદાતાઓએ તેમના રિટર્ન અપડેટ કર્યા અને 1,045 કરોડના ખોટા દાવા પાછા ખેંચી લીધા છે.