તૈયાર રહેજો…રાજ્યમાં 120થી વધુ PIને હવે ગમે ત્યારે Dy.SP તરીકે પ્રમોશન મળશે
રાજ્યમાં થોડા વખતથી કયારે પ્રમોશન કયારે પ્રમોશની રાહમાં રહેલા 120થી વધુ પોલીસ ઇન્સ્પેકટરને હવે ગમે ત્યારે ડીવાય એસપીની બઢતી આવવાના અણસાર છે. પી.આઈ.ને બઢતી મળતાની સાથે જ તેમની ખાલી પડનારી જગ્યાઓ પર પીએસઆઈમાંથી પી.આઈ. બનેલા 150થી વધુ નવા પી.આઈ.ને પોસ્ટિંગ મળશે તેવુ ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
રાજ્યના પોલીસબેડામાં તાજેતરમાં 2016ની બેંચના 150થી વધુ પોલીસ સબ ઇન્સ્પેકટર્સને પોલીસ ઇન્સ્પેકટરના પ્રમોશન મળ્યા છે. પરંતુ જ્યાં છે ત્યાં જ અત્યારે પી.આઈ.ની સ્વતંત્ર ખૂરશી કે પોલીસ સ્ટેશન આવી જગ્યા પ્રાપ્ત નથી થઇ. રાજ્યમાં પી.આઈ.ની જગ્યાઓ ખાલી નહીં પડી હોય માટે નિયમક્રમ મુજબ બઢતી તો અપાઈ બદલી થઈ નથી. નવા પી.આઈ. બનેલા પી.એસ. આઈ.ને પણ નવી ખૂરશીનો ઈંતજાર છે. સામે 2001, 2004ની બેંચના પી.આઈ.ને એ.સી.પી.ના પ્રમોશનની રાહ છે. બંનેની ઇંતજારી ટુંક સમયમાં જ પૂરી થવા તરફ હોવાના અંદેશા છે.
બે દાયકા પહેલાના પોલીસ ઇન્સ્પેકટર્સને ડીવાયએસપીના પ્રમોશન આપવાની જરૂરી ખાતાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને લીથો પણ તૈયાર જેવો બન્યાનું જાણવા મળે છે. ગૃહવિભાગની ઉચ્ચ સ્તરીય લીલીઝંડી સાથે અંદાજે 120થી વધુ પી.આઈ. હવે ગમે ત્યારે ડીવાય એસપીના પદ પામશે અને સાથે રાજ્યમાં ખાલી રહેલી સિટીમાં એસીપી, ગ્રામ્યમાં ડીવાય એસપીની જગ્યાઓ પર પોસ્ટિંગ થશે.
આ ઉપરાંત રિટાયર્ડ થનારા આવા અધિકારીઓની જગ્યઓ પર પ્રમોશન મેળવનારાની બદલી થશે. પ્રમોશન સાથે પી.આઈ. તથા ડીવાય એસપીની સમ્યસ્તરે બદલીઓનો પણ સામુહિક ઘાણવો નીકળી શકે છે.