મીઠાઈ ખાવાના શોખીન રાજકોટીયન્સ ચેતજો !! અહીથી ઝડપાયો 2600 કિલો વાસી મીઠાઈનો જથ્થો, જુઓ વિડીયો
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મહાનગર પાલિકા તંત્ર સખ્ત બન્યું છે ત્યારે પૂર્વ ઝોન ટીપી શાખાએ શહેરના સામાકાંઠા અને કોઠારીયા વિસ્તારમાં જુદા – જુદા ચાર સ્થળે મંજૂરી વગર ખડકવામાં આવેલા અને પ્લાન વિરૂધ્ધના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સાથે બે ગેરકાયદે ઓરડી પણ તોડી પાડી હતી.
રાજકોટ મહાનગર પાલિકાના સીટી એન્જીનીયર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.5 અને 6માં ખાનગી મિલ્કતોના તેમજ વોર્ડ નં. 18માં સૂચિત ટીપી સ્કીમ નં.38 (કોઠારીયા)ના રહેણાંક હેતુ વેચાણના પ્લોટ પર થયેલા દબાણો હટાવવા ડિમોલીશન કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.6માં સંત કબીર રોડ પર મેહુલ પ્રિન્ટ સામે મેહુલનગર-1ના ખુણે ભાવેશ સોલંકીની ખાનગી મિલ્કતમાં મંજૂરી વગર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં.પમાં સંત કબીર રોડ, કૈલાસધારા મેઇન રોડ પર વિષ્ણુ શર્માની ખાનગી મિલ્કતમાં આવું જ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.5માં મારૂતિનગર મેઇન રોડ, ડો.ડોબરીયાના દવાખાના પાસે હિરેન ઢોલરીયાએ પ્લાન વિરૂધ્ધ માર્જીનની જગ્યામાં ગેરકાયદે કરેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં રહેણાંક હેતુના પ્લોટમાથી બે ઓરડીના ગેરકાયદેસરના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને રાજકોટિયન્સ ખાવા-પીવાના શોખીન હોય છે ત્યારે તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય બગાડવાનું હીન કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટના નાનામવા મેઈન રોડ પર “પટેલ પેંડાવાલા”ને ત્યાં મહાપાલિકાની ફૂડ શાખાનો દરોડો પાડ્યો હતો જેમાં 2600 કિલો વાસી મીઠાઈનો જથ્થો પકડાયો હતો.

રાજકોટ ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તુલસી પાર્ક-2 કોર્નર, નાના મવા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “પટેલ પેંડાવાલા” પેઢીની સ્થળ તપાસ કરવામાં આવી હતી. સદરહુ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારની મીઠાઇ તથા ફરસાણનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ . પેઢીના કોલ્ડ રૂમની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેક્ડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળ્યો હતો. પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠો માવાની બેગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડેલ તેમજ કોલ્ડ રૂમમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત 2600 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકાર્યું હતું.
આ સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ/ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાધ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી અને સ્થળ પરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મોદી સ્કૂલ મેઇન રોડ- જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 17 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 42 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.