બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડને પકડી પાડતી ATS, 7 લોકોની કરી ધરપકડ
નકલીની બોલબાલા જેવા બદનામ બનેલા ગુજરાત રાજ્યમાં હવે નકલી હથિયાર લાયસન્સ કૌભાંડ બહાર આવ્યું છે. છ વર્ષથી ગુજરાતમાં આ કાંડ ચાલતું હતુ.નાગાલેન્ડ, મણીપુર રાજ્યમાંથી બોગસ લાયસન્સ સાથે હથિયારો પણ આપી લાખો રૂપીયા ગેંગ દ્વારા મેળવીને આવે 108થી વધુ લાયસન્સ અને હથિયારો વેચી દેવાતા રાજ્યભરમાં એ.ટી.એસ.એ સ્થાનિક પોલીસની મદદ લઇ દરોડાઓ પાડયા છે અને હથિયારો કબ્જે કરાઈ રહ્યા છે.
એટીએસ ગુજરાતના ડી.વાય. એસપી એ.એલ.ચૌધરીને માહિતી મળી હતી કે વિશાલ મુકેશભાઈ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન લાખુ અલગોતર, ધૈર્ય હેમંતભાઈ ઝરીવાલા, શેલા વેલા બોળીયા ભરવાડ, મુકેશ રણછોડ બાંભ, હરીયાણા નુહમાં બંદુક વેપન્સની દુકાન ધરાવતા શૌકત અલી ફારૂક અલી, સોહીમ અલી તથા આસીફને નાણાં આપીને મણીપૂર તથા નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયારે લાયસન્સો બનાવડાવીને હથિયારો લાવી વેચતા હોવાની માહિતી આધારે નેટવર્કનો પર્દાફાશ કરાયો છે.
માહિતીના આધારે એ.ટી.એસ.ની અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં દરોડા પાડયા હતા. છ વર્ષ દરમિયાન નાગાલેન્ડ, મણીપૂરમાંથી નકલી લાયસન્સો બનાવી હરિયાણામાંથી આવા નકલી લાયસન્સ ધારકોને હથિયારો અપાવતા હતા. ગેંગ દ્વારા રાજ્યમાં 108જેટલા આવા લાયસન્સ ઇસ્યુ કરાયા હતા. જેની વિગતો આધારે જેને જેને આવા લાયસન્સ લાખો રૂપિયા ખરીદ કરી હથિયારો મેળવ્યા તેમની પર પણ તવાઈ ઉતરશે.
એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક રીતે 49 જેટલા નામો મેળવાયા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ બાર બોર ગન, 70 રાઉન્ડસ કાર્ટી સ, 59 રાઉન્ડ સાથે બે પિસ્ટલ, 6 રાઉન્ડ સાથે એક રિવોલ્વર મળી છ હથિયાર અને 135 રાઉન્ડ આર્મ્સ ફાયર કબજે કર્યા છે. ઝડપાયેલા સાત શખસોએ આર્થિક લાગ મેળવવા કૌભાંડ આચર્યું હોય અને જેઓને આવા બોગસ પરવાના હથિયાર અપાવ્યા તેમા કેટલાક કે જેમણે ગુનાઓ કે અન્ય કારણોસર ગુજરાતમાં પરવાના ન મળી શકે તેવા ઘણા ખરાએ આવા બોગસ લાયસન્સ અને વેપન મેળવી લીધા હોવાનું પણ બહાર આવી રહ્યું છે.
જેના નામે લાયસન્સ મેળવતા તેમા ચેડા કરી અન્યોને બનાવી આપતા
કૌભાંડની અંદર કૌભાંડની માફક નકલી લાયસન્સ બનાવ્યા બાદ એ જ નકલી લાયસન્સ જેના નામે ઈસ્યુ થયુ હોય તેમા ચેડા કર્યા હતા, જે લાયસન્સમાં અન્યોના નામ ચડાવી જીના હથિયાર લાયસન્સ રેકોર્ડસમાં ચેડા કરી ને કૌભાંડ કરી નાણા કમાતા હતા.
રાજકોટ, મોરબી, બોટાદ, સૂરત, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગરમાં તપાસ
નકલી વેપન લાયસન્સ ગેંગ દ્વારા ગુજરાતમાં રાજકોટ શહેરમાં ઉપરાંત મોરબી જીલ્લા, બોટાદ, સુરત, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર જીલ્લામાં નેટવર્ક જમાવ્યું હતું અને સંપર્કો આધારે આવા નકલી લાયસન્સ ઇસ્યુ કર્યા હતા. એ.ટી.એસ.એ સ્થાનિક પોલીસની મદદ લઈ આવી તમામ જગ્યાએ તપાસ કરી છે.