રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટમાં 4000 જેટલાં MSME ભાગ લેશે: સ્ટાર્ટઅપને ટેકો આપવા સરકાર 30 લાખનું ફંડિંગ
આગામી તા.10, 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આશરે 4000 જેટલાં MSME જોડાશે.રાજ્યમાં આગામી જૂન સુધી 4 રિજિનલ વાઇબ્રન્ટ સમિટનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે, જેમાં રાજકોટમાં આગામી જાન્યુઆરી મહિનામાં યોજનારી વાઇબ્રન્ટ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપવાના છે ત્યારે વહીવટી તંત્ર, ઇન્ડેક્સ અને MSME જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
મારવાડી યુનિ. ખાતે યોજાનાર રાજકોટની વાઈબ્રન્ટ સમિટ જામનગર, રાજકોટ અને મોરબીનાં ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ બની રહેશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી સરેરાશ 4000થી વધુ MSME ભાગ લેશે, આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 5 લાખ કરોડનાં રોકાણ સાથે 1500 કરોડ MOUસાઈન થઈ શકે તેમ છે તેમ સૂત્રોએ શકયતા દર્શાવી શકે છે. જેમાં સીરામીક, ફાઉન્ડ્રી, ફોર્જિંગ,લોજિસ્ટિક, ટુરીઝમ પેટ્રોકેમિકલ, કૃષિ અને ફૂડ પ્રોસેિંસગ, પ્લાસ્ટિક, મત્સ્ય ઉદ્યોગ સહિતના મુખ્ય સેક્ટર કેન્દ્રમાં રહેશે. જેમાં વ્યૂહાત્મક ભાગીદારી,પોલિસી સપોર્ટ અને રોકાણકારોનો સહયોગ મળશે.
આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલનું દર્દ: દર્દીઓની રિક્ષામાં પાર્સલો ફરે, દર્દીઓ બાપડા ‘સ્ટ્રેચર’માં ઢસડાય
ખાસ કરીને સૌરાષ્ટ્ર MSME અને એન્જીયરિંગ, ઓટો પાર્ટ્સનું હબ કહેવાય છે. લોકલ ફોર વોકલ અને નિકાસને વેગ આપવા રિજીયનોલ સેકટરમાં મજબૂત ગ્રોથ થાય તે તરફ સરકારનું વિઝન હોય રાજકોટ વાઈબ્રન્ટ સમીટમાં લાખો કરોડનાં MOU આ 4 રીજિનલ વાઈબ્રન્ટમાં થશે તેવી આશા છે.
સ્ટાર્ટઅપને ટેકો આપવા સરકાર 30 લાખનું ફંડિંગ
આ વાઈબ્રન્ટ સમીટ દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને ગ્રોથ એન્જીન મળશે તો સાથે સાથે સ્ટાર્ટઅપને સપોર્ટ માટે સરકાર દ્વારા 30 લાખના ફિંડગથી આંત્રપ્રિન્યોરને વેગ મળશે. રિજનલ વાઈબ્રન્ટ સમીટમાં વૈશ્વિક કક્ષાની રિવર્સ બાયર-સેલર્સ મીટ, નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે.
