માનસિક દિવ્યાંગ બાળકો માટે ‘અંકુર’ બન્યું આશાનું કિરણ : બાળકોને વિનામૂલ્યે ટ્રેનીંગ આપી બનાવાઈ છે પગભર, દેશ-વિદેશમાં તેમનું હુન્નર પ્રખ્યાત
પોતાની દુનિયામાં મસ્ત રહેતાં અને જીવન વિશે કોઈ અભિગમ કે સમજણ નથી એવાં માનસિક દિવ્યાંગ બાળકો માટે આશાનું “અંકુર” ફૂટ્યું છે.ભાવનગર જિલ્લાની આ શાળા એક જીવંત ઉદાહરણ છે કે સેવા, સંવેદના અને સમર્પણ સાથે સમાજમાં કેટલો મોટો ફેરફાર લાવી શકાય છે. છેલ્લા 46 વર્ષથી મંદબુદ્ધિ ધરાવતાં બાળકો માટે નિ:શુલ્ક શિક્ષણ, તાલીમ અને પુનર્વસન સેવા આપતી જિલ્લાની એકમાત્ર સંસ્થા આકાર લઈ ચૂકી છે એક આશાસ્પદ જીવનના કેન્દ્રરૂપે.

જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીના માર્ગદર્શનથી તેમની ટિમ આ બાળકો માટે કામ કરી રહી છે. આ સંસ્થામાં “ભાનુવાડી”વોકશેનલ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે તેમાં આ બાળકોને વ્યવસાયિક તાલીમ આપી બનાવવામાં આવે છે.જેના કારણે બાળકો પગભર બની શકે છે.46 વર્ષથી શરૂ થયેલી આ સંસ્થામાં 204 જેટલા બાળકોને હૂંફ મળે છે.
આ પણ વાંચો : ભારત સાથે દુશ્મની પાક.ને મોંઘી પડી! સિંધુ નદી 80% સુકાઈ, 12 લાખ લોકો પલાયન માટે મજબૂર,40 ગામ ઉજ્જડ થઈ ગયા

મંદબુદ્ધિ બાળકોને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન નહીં, પરંતુ વ્યવહારુ જીવનશૈલી શીખવાડવામાં આવે છે. અહીં બાળકો ઓટીઝમ, ડાઉન સિન્ડ્રોમ, લર્નિંગ ડિસએબિલિટી ધરાવે છે પણ સ્વાવલંબી બની શકે તેવા જુદા જુદા કોર્સમાં તાલીમ મેળવે છે ,જેમ કે ટી-શર્ટ પ્રિન્ટિંગ, ફાઇલ-ફોલ્ડર મેકિંગ, લેમિનેશન, ગાર્ડનિંગ, પેપર ડિશ મેકિંગ વગેરે.

આ સેન્ટરમાં બાળકો દ્વારા વિવિધ કલર પેટર્ન મુજબ રાખડીઓ અને દિવાળી માટે રંગોળી બનાવવામાં આવે છે.આ ઉપરાંત હસ્તકલાની અનેકવિધ વેરાયટીઓ આ બાળકો એવી તૈયાર કરે છે કે જાણે એ કલામાં તો તેઓ નિપુણ હોય,જેમાં બટવા, રૂમાલ,બાજોઠ,તોરણ,ગિફ્ટ બેગ સહિત વસ્તુઓ બનાવીને તેમની આ વસ્તુઓ દેશ- વિદેશ સુધી પહોંચે છે. ભાવનગરની અંકુર સંસ્થાના બાળકોને તૈયાર કરેલી વસ્તુઓ મુંબઈ, કાનપુર, બેંગ્લોર હૈદરાબાદ ,કોલકાતા તેમજ યુ.એસ બ્રિટન સહિત અનેક દેશ પહોંચી છે. આ વસ્તુઓના વેચાણમાંથી થતી નફાની રકમ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે વાપરવામાં આવે છે.

આ પણ વાંચો : સાઈબર ફ્રોડ સામે સાવધાન : લોકો સાથે થઇ રહી છે 10 પ્રકારની છેતરપિંડી, જે કરી શકે છે ખિસ્સા ખાલી
શાળામાં બાળકોને વિશિષ્ટ શિક્ષણ ,તાલીમ અને ફિઝિયોથેરાપી,સ્પીચ થેરાપી,ઓક્યુપ્રેશનલ થેરાપી, મ્યુઝિક થેરાપી, પ્લે થેરાપી અને થેરાપી આપીને તેમના જીવનમાં ઉજાસ અને ખુશીના રંગો પુરે છે અંકુર સંસ્થા.શાળાની વિશિષ્ટ બાબત એ છે કે દરેક વિદ્યાર્થીને તેમની શક્તિ મુજબ નિર્ભય રીતે આગળ વધવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકો માટે હોસ્ટેલ, રોજિંદી પોષણયુક્ત ભોજન, તબીબી સહાય અને માનસિક વિકાસ માટેની વિશિષ્ટ અભ્યાસક્રમ પણ સંચાલિત થાય છે.

બાળકો માટે “હોસ્ટેલ”બનાવાનો પ્રોજેકટ,ભૂમિદાતાનાં સહયોગની જરૂરિયાત
હાલમાં ભાવનગરમાંથી અનેક માનસિક દિવ્યાંગ બાળકો અહીં તાલીમ લઈ રહ્યા છે. જો અહીં હોસ્ટેલનું નિર્માણ થાય તો જિલ્લાનાં જરૂરતમંદ બાળકો અહીં રહીને તેમની આંતરિક પ્રતિભા ખીલવી શકે એમ છે.આથી આ સંસ્થાને ભૂમિદાતાની જરૂરત છે.જો કોઈ દાતા કે શ્રેષ્ઠી સહયોગ કરે તો અહીં હોસ્ટેલ બની શકે એમ છે.આ શાળા દાન પર નિર્ભર છે. બાળકો માટે સંવેદના સાથે સહયોગ મળે તેવી સમાજ સમક્ષ અપીલ કરી છે.સંસ્થાને મદદ કરવા માટે માનદમંત્રી અલ્પેશભાઈ શેઠ..9925537878 પર સંપર્ક કરી શકાય છે.