ને અચાનક કારનીઅંદરથી નીકળી યુવતી…!! રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સર્જાયા ફિલ્મી દૃશ્યો, વાંચો સમગ્ર ઘટના
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ગુરૂવારે સવારે 8:15 વાગ્યાના અરસામાં ભારે ફિલ્મી દેશ્યો સર્જાઈ ગયા હતા. અહીં બંદોબસ્તમાં રહેલા ટ્રાફિક પોલીસમેને નંબરપ્લેટ વગર કાળા કાચ લગાવીને પસાર થઈ રહેલી એક બલેનો કારને અટકાવવાનો પ્રયાસ કરતાં તેણે ઉભા રહેવાની જગ્યાએ કાર ભગાવીને એક બાઈકને ઠોકરે ચડાવતાં કારનું ટાયર ફાટી ગયું હતું જેના કારણે પલટી ખાઈ જતાં પીછો કરી રહેલી પોલીસે જઈને કારની તલાશી લેતાં અંદરથી એક યુવતી અને છરી મળી આવ્યા હતા જ્યારે કારચાલક સહિત ત્રણ શખ્સો ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ દિલીપસિંહ જાડેજાએ કૂવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ૨૭ માર્ચે સવારે ૬થી બપોરે 1 વાગ્યા સુધી ટ્રાફિ ટ્રાફિક શાખાની હાઈ-વે પેટ્રોલિંગ કાર સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે રોડ પર હોન ઓકે હોટેલ પાસે 8:15 વાગ્યા આસપાસ એક બલેનો કાર રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહી હતી. જો કે કારમાં આગળની નંબરપ્લેટ ન હોય અને કાળા કાચ હોય શંકાસ્પદ જણાઈ આવતાં ઈશારો કરી કાર ઉભી રાખવા તેના ચાલકને કહ્યું કહ્યું હતું પરંતુ તેણે કાર ઉભી રાખવાને બદલે ભગાડી મુકતાં પોલીસે પણ કારનો પીછો કર્યો હતો.
આ પછી કાર કૂવાડવા ગામ પહેલાં ભગીરથ પેટ્રોલપંપ નજીક એક બાઈક ચાલકને હડફેટે લીધા બાદ વાંકાનેર ચોકડી થઈને વાંકાનેર તરફ હંકારી ખીજડીયાથી જીયાણા ગામ તરફ જતાં કાચા રસ્તા તરફ ચાલી ગઈ હતી. અહીંથી એકાદ કિલોમીટર દૂર કાર પલટી ખાઈ ગઈ હતી. 46 મિનિટ સુધી કારનો પીછો કર્યા બાદ આખરે પોલીસે પહોંચી જઈને કારની તલાશી લેતાં મારૂતિ બલેનો કારની ડ્રાયવર સીટ પર એક મ્યાનવાળી છરી મળી આવી હતી તેમજ કારની ડેકીમાંથી જીજે10ડીઈ-5838વાળી નંબર પ્લેટ મળી આવી હતી. કારમાં રહેલી યુવતીની પૂછપરછ કરતાં તણે તેનુંનામ રેશમા સલીમભાઈ કાદરી (ઉ.વ.27, રહે.રાજકોટ) જણાવ્યું હતું. રેશ્માએ કહ્યું કે આ કાર કુલ્દીપસિંહ પરમાર (રહે.રાજકોટ) ચલાવી રહ્યો હતો જ્યારે કારમાં ઋતુરાજસિંહ અને વિરેન્દ્રસિંહ નામના શખ્સો પણ બેઠા હતા. આ પછી પોલીસે ઈજાગ્રસ્ત રેશ્માને સારવાર અર્થે ખસેડી કારના ચાલક કુલદીપસિંહ તેમજ તેના સાગ્રીતોની શોધખોળ શરૂ કરી હતી.