અમરેલી : ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન શરુ
અમરેલીમાં બાળકી બોરવેલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે જેમાં વાડી વિસ્તારમાં ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ખાબકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હાલ ફાયર અને NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે તેમજ મામલતદાર અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના અમરેલી જીલ્લાના સુરાગ પૂર ગામની છે જ્યાં વાડી વિસ્તારમાં ખેત મજુરની દોઢ વર્ષની માસુમ બાળકી આરોહી બોરવેલમાં ખાબકી હતી. બાળકી 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન હાલ લગાડવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ફાયરની ટીમ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધાર્યું છે
અકસ્માતે રમતા રમતા બોરવેલમાં બાળકી બોરવેલમાં ખાબકતા માતાપિતા હતપ્રભ થયા છે ત્યારે 108 ની ટીમ પહોંચી ઘટનાસ્થળે પહોંચી છે અને બાળકીને બોરવેલમાં ઑક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ અમરેલીની ફાયર ટીમ પહોચી ઘટનાસ્થળે પહોંચી છે. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે. ત્યારે આરોહિને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.