અંબાલાલની આગાહી : ૫ થી ૧૨ જુલાઈ વચ્ચે મેઘરાજા તોફાની ઈનિંગ રમશે, જાણો ક્યા જીલ્લામાં પડશે વરસાદ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચુક્યું છે. ગત સોમવારથી મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે પણ મેઘરાજાની મહેરબાની યથાવત જોવા મળી છે. જેમાં આજે દિવસ દરમિયાન રાજ્યના 139 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રશેર અને ઓરિસ્સામાં એક સિસ્ટમસક્રિય થવાથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ વધતા રાજ્યામાં અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યાત છે. 30 જૂન અને 1 જૂલાઈએ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વડોદરામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યાત છે. ઉત્તર ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદની થવાની શક્યતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, 5થી 12 જુલાઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરવાની શક્યાતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, આહવા, વલસાડની સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાગોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જૂનથી છેલ્લા દિવસોથી જુલાઈના બિજા અઠવાડિયા સુધીમાં મેઘરાજા મહેરબાન થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે. નર્મદા નદી બે કાંઠે છલકાતી જવાની શક્યતા છે. સાબરમતી નદીમાં ઉપરના ભાગોમાં વરસાદ થવાથી પાણીના આવરામાં વધારો થવાની શક્યતા છે. કેટલીક નદીઓ પુરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.