વડોદરાના પ્રોફેસરનું અદ્ભુત પરાક્રમ !! 3 ટન પ્લાસ્ટિક કચરામાંથી બનાવ્યું 1 હજાર લિટર ઇંધણ, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
આજના સમયમાં, ભારતમાં કચરાનું વ્યવસ્થાપન એક મોટી સમસ્યા છે. જોકે, કેટલાક રાજ્યો અને શહેરો એવા છે જે સારા ઇકો-સિસ્ટમ સાથે તેમના કચરાનું સંચાલન કરે છે. આમાં ઇન્દોરથી ભોપાલ અને સુરત સુધીના નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લોકો વ્યક્તિગત સ્તરે કચરા વ્યવસ્થાપન અંગે પણ પ્રયાસો કરી રહ્યા છે. તેમાં વડોદરા ગતિ શક્તિ યુનિવર્સિટીના એક પ્રોફેસર પણ છે, જેમણે 3 ટન પ્લાસ્ટિક કચરામાંથી 1,000 લિટર ઇંધણ બનાવ્યું છે. આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને વિઝિટર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
વડોદરામાં આવેલી ગતિ શક્તિ વિશ્વ વિધાલયના પ્રોફેસર દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિક અનેક મુદ્દાઓ પર કામ કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે વિઝિટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોફેસરે ૩ વર્ષમાં વડોદરામાં ઠલવાતાં લેન્ડ ફીલ પ્લાસ્ટિકના કચરામાંથી એક હજાર લિટર જેટલું ફ્યુલ એટલે કે ઈંધણમાં રૂપાંતર કરાયું હતું. જે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના કામમાં વાપરવામાં આવ્યું હતું. આ કામગીરી સાથે તેઓએ મલ્ટિ-લેયર પ્લાસ્ટિક અને મ્યુનિસિપલ લેન્ડફિલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી પ્લાસ્ટિકના કચરાને ઇંધણ જેવા પેટ્રોલિયમમાં રૂપાંતરિત કરીને તેના નિરાકરણ માટે નોંધપાત્ર કામ કર્યું છે.

પ્લાસ્ટિક મુક્ત ભવિષ્ય તરફ જવાની પહેલને સમર્થન આપે છે. નવી દિલ્હીના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પણ આ પ્રયોગને ટેકો અપાયો હતો. આ અંગે વૈશ્વિક લડાઈમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવેલું ઇંધણ પેટ્રોલિયમનું સબટેન્ડ હોય છે. તેને બનાવી તેની કાર્યક્ષમતાની જાણ થાય છે. તેને સીધું માર્કેટમાં વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. જીએસવીમાં તેનું રિસર્ચ અને ડેવલોપમેન્ટ કરી ચકાસણી કરાય છે. પછી રી-ફાઈન કરવા નક્કી કરાય છે.