Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
આજનો દિવસ એ ફક્ત ગુજરાત કે અમદાવાદ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે બ્લેક ડે બની ગયો છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં જ્યારે મુસાફરોએ ટિકિટ બુક કરાવી હશે ફ્લાઇટમાં સવાર થયા હશે ત્યારે તેમણે ક્યાં ખબર હશે કે તેમના સાથે આવો બનાવ બનવાનો છે. અમદાવાદની વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. તેમાં 230 મુસાફરો અને 2 પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. દેશભરમાં વિમાનમાં સવાર લોકોની સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો કોઈ આ અકસ્માતમાં બચી જાય તો તે ચમત્કાર હશે.

8 મિનિટમાં શું થયું?
એર ઇન્ડિયાનું આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન એક મોટું વિમાન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 11 વર્ષ જૂનું વિમાન છે. ગુરુવારે બપોરે 1:30 વાગ્યે ટેકઓફ કરતા પહેલા તે રનવેની વચ્ચે હતું. સેટેલાઇટ તસવીરોના આધારે, વિમાન 1:38 વાગ્યે રનવેના છેડે હતું. વિમાને ઉડાન ભરી હતી. વિમાને સમુદ્ર સપાટીથી 625 ફૂટ ઉપર તેનો સિગ્નલ ગુમાવ્યો હતો. એરપોર્ટ સમુદ્ર સપાટીથી લગભગ 200 ફૂટ ઉપર છે, જેનો અર્થ છે કે વિમાન એરપોર્ટથી લગભગ 400 ફૂટ ઉપર ઉડાન ભરી હતી. વિમાનનો સિગ્નલ લગભગ 8 મિનિટ સુધી સક્રિય રહ્યો અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થયું.
જો આપણે તેની ઊભી ગતિ જોઈએ તો, વિમાન 400 ફૂટ પ્રતિ મિનિટ (400 ફૂટ/મિનિટ) ની ઝડપે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન, પાઇલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતી.
આ પણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ

જો તે વધુ ઊંચાઈ પર હોત, તો બચવાનો સમય હોત
નિષ્ણાતો કહે છે કે આ વિમાન સમુદ્ર સપાટીથી લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની વધુ ઊંચાઈ પર હોત, તો ક્રૂ મેમ્બરને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. તેમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હતા. પરંતુ આ અકસ્માતમાં, પાઇલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો.

વિમાન ક્રેશ કેવી રીતે થયું?
ઉડ્ડયન નિષ્ણાત ડૉ. વંદના સિંહે કહ્યું કે અમને લાગે છે કે લોડ ફેક્ટરમાં ખોટી ગણતરી થઈ હશે. આ ઉપરાંત, લેન્ડિંગ ગિયર યોગ્ય રીતે બંધ થયું ન હતું. કારણ કે એક વ્હીલ ઇમારતમાં ફસાયેલું દેખાય છે. આનો અર્થ એ થયો કે આ અકસ્માત વિમાનમાં સંતુલનની સમસ્યાને કારણે થયો હશે. જોકે, સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.