Ahmedabad Plane Crash : 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના માત્ર 5 મિનિટ પછી થયું ક્રેશ
ગુરુવારે બપોરે 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સાથે લંડન જતી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર ફ્લાઇટ ટેકઓફ થયાના પાંચ મિનિટમાં જ ક્રેશ થઈ ગઈ હતી. DGCA ના જણાવ્યા અનુસાર, આ વિમાન અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી હતી. ત્યારબાદ તે એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં પડી ગયું હતું. આ ફ્લાઇટ મેડિકલ કોલેજ હોસ્ટેલની મેસ હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે વિમાનની ટક્કરથી 20 ઇન્ટર્ન ડોક્ટરોના મોત થયા હશે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓ પણ આ વિમાનમાં સવાર હતા.

ટેકઓફ થયા પછી સર્જાઇ દુર્ઘટના
અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મારી ઓફિસ ઘટનાસ્થળથી 200 મીટર દૂર છે. હું ઓફિસમાંથી બહાર નીકળતાની સાથે જ મને ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો અને અચાનક આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો. અહીં હંગામો થયો અને પછી અમે જોયું કે આ અકસ્માત થયો છે. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મેં જોયું કે અહીં કાટમાળ વેરવિખેર હતો. આગ લાગી હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો. કંઈ દેખાતું નહોતું. પછી અમને ખબર પડી કે વિમાનની પાંખ અહીં પડી ગઈ અને એક વિમાન ક્રેશ થયું. અમને જાનહાનિ વિશે ખબર નથી પણ અહીં એક ઇમારત છે, જ્યાં ડૉક્ટરો રહે છે.
દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર વિજય રૂપાણીની તસવીર

ઘટના સ્થળ પર તરત જ ATSની ટીમ પણ આવી પહોંચી હતી
વિમાન દુર્ઘટના પછી સૌથી મોટી વાત એ છે કે આતંકવાદ વિરોધી ટુકડી ક્રેશ સ્થળ પર કેમ પહોંચી? જોકે અત્યાર સુધી કોઈ આતંકવાદી કડી બહાર આવી નથી, સૂત્રો માને છે કે “હાઈ-પ્રોફાઇલ ફ્લાઇટ, આંતરરાષ્ટ્રીય સ્થળ અને અચાનક એન્જિન નિષ્ફળતા” ને ધ્યાનમાં રાખીને, કોઈપણ સંભવિત કાવતરાને નકારી શકાય નહીં. સાવચેતી તરીકે એટીએસ દ્વારા કાટમાળની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાના થોડાક જ કલાકો બાદ આ ટીમ આવી પહોંચી હતી.

વિમાનમાં ભારતના 169, બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાનો 1 નાગરિક હતા
દુર્ઘટનાનો ભોગ બનેલા વિમાનમાં ભારતના કમનસીબ 169 નાગરિકો હતા. તેમજ બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાના 1 નાગરિક હતા. બ્રિટનના વડાપ્રધાને પણ આ અકસ્માત અંગે ઊંડા દુખની લાગણી વ્યક્તિ કરી હતી અને કહ્યું હતું કે અમારા ઘણા નાગરિકોના મૃત્યુ થયા છે. ઘટનાથી ભારે દુખ થયું છે. ભારત ખાતેના બ્રિટિશ દૂતાવાસ દ્વારાઆ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ હતી.
વિસ્ફોટનો અવાજ પ્રચંડ હતો : ધુમાડાના ગોટા 5 કિમી દૂર સુધી દેખાયા
અકસ્માત બાદ, ફાયર એન્જિન, બીએસએફ અને એનડીઆરએફની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને આ અકસ્માતમાંથી થયેલ ભારે વિસ્ફોટ પ્રચંડ હતો અને ધુમાડાના ગોટા 5 કિમી દૂર સુધી જોઈ શકાતા હતા. આ ખૂબ જ મોટું પેસેન્જર વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે બનાવવામાં આવ્યું છે. આખાસ પ્રકારનું વિમાન છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 200 લોકોના મોતની આશંકા, વિજય રૂપાણી સહિત 242 પેસેન્જર પ્લેનમાં હતા સવાર
આ હાઈટેક વિમાન પ્રથમવાર જ ક્રેશ થયું છે, તેની વય 50 વર્ષની હોય છે
2011 થી વિશ્વભરની એરલાઇનમાં આ વિમાન ઊડે છે. અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં એટલી હાઇટેક ટેકનોલોજી અને સલામતી સુવિધાઓ હતી કે આ પહેલી વાર બન્યું છે કે આ પ્રકારનું વિમાન મોટી દુર્ઘટનાનો ભોગ બન્યું હોય. એર ઇન્ડિયાના આ વિમાનનું મોડેલ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 છે જેનો ઉપયોગ 2011 થી વિશ્વભરની એરલાઇન્સમાં થઈ રહ્યો છે. આ વિમાન હાઇટેક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે અને આ પહેલાં ક્યારેય ક્રેશ થયું નથી. આ વિમાનની વય 50 વર્ષની છે.